Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સોરઠીયાવાડી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો કપડાનો વેપારી તેજસ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : પાંચ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૩૧ : સોરઠીયા વાડી સર્કલ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કાપડના વેપારીને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ એંસી ફૂટ રોડ સોરઠીયા વાડી સર્કલ પાસે એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહિલ અને કોન્સ. જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા સોરઠીયા વાડી સર્કલ પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી. બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કાપડના વેપારી તેજસ રમેશભાઇ પારેખ (ઉ.૩૮) (રહે. રૈયા રોડ, બાપા સીતારામ ચોક, ચંદન પાર્ક-૨)ને પકડી લઇ મોબાઇલ ફોન સહિત રૂ. ૫૦૦૦ની મત્તા કબ્જે કરી હતી.

આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ રાજદીપસિંહ, જયેશભાઇ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. ભરતસિંહ, મહેશભાઇ, જયદીપસિંહ, શકિતસિંહ, કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.(

(3:17 pm IST)