Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીને શુભેચ્છા આપતું ભાજપ

પેટા ચૂંટણીમાં ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરાતા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડે ગુજરાત મ્યુ.ફાઈનાન્સબોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં  યોજાનાર પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વિવિધ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાર્ટીનાં આગેવાનોને જવાબદારીઓ સોપવામાં આવેલ છે. ત્યારે ધારી વિધાનસભામાં ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને તેમજ લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજને જવાબદારી સોંપેલ છે.

વર્ષોથી શહેર ભાજપનાં પ્રમુખથી લઈ અનેકવિધ જવાબદારીઓ સરકાર અને સંગઠનમાં સંભાળેલ છે ત્યારે ગુજરાત અને અન્ય રાજયોમાં યોજાતી ચૂંટણીઓમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી પાર્ટીનો વિજય થાય તે માટે સતત ચિંતીત રહ્યા છે અને શહેર ભાજપને પણ પુરતુ માર્ગદર્શન હંમેશા કરતા રહ્યા છે. આગામી સમયમાં યોજાનારા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. તેવા વિશ્વાસ સાથે ધનસુખભાઈ ભંડેરી તથા નિતીનભાઈ ભારદ્વાજને શહેરનાં તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(3:04 pm IST)
  • ચીનની 59 એપ્પ ઉપર પ્રતિબંધ મુખ્ય પછી હવે તેના 5 G ઉપકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવાની તૈયારી : ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય મિટિંગમાં ચર્ચા access_time 12:50 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST