Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પુજીત રૂપાણી ટ્રસ્ટે બહેનોને બ્યુટી પાર્લર અને મહેંદીની તાલીમ આપી

રાજકોટ : શહેરના જરૂરિયાતમંદ બાળકો તથા મહિલાઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં વસતા પરિવારો માટે વિવિધ સેવાકીય પ્રોજેકટો ચલાવતી સંસ્થા શ્રીપુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વેકેશન દરમ્યાન સમર ટ્રેનીંગ કોર્ષનું આયોજન કરાયું હતું. બ્યુટી પાર્લર અને મહેંદીની કલાથી બહેનો સજ્જ થાય એટલુંજ નહી પોતાની આવડતના ઉપયોગથી વળતર મેળવી કુટુંબને મદદરૂપ થઇ શકે તેવા હેતુથી શરૂ કરાયેલ ૧૫ દિવસના ટ્રેનીંગ કોર્ષમાં બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો.જેઓને તાલીમ આપવા માટે શ્રી હીનાબેન આશરા એ સેવા આપી હતી. તાલીમ બાદ બ્યટીપાર્લરના વર્ગોમાં બ્રાઇડ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં પાર્લરના વર્ગોમાં આશરા વૈશાલી પ્રથમ, મનિષાબેન પાટડીયા દ્વિતીય, પ્રિતીબેન ગોંડલીયા તૃતિય ક્રમાંક તથા મહેંદી સ્પર્ધામાં ગધાત્રા વિપુલાબેન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજેતાઓમાં સ્થાન મેળવ્યું હતું

કોર્ષમાં ભાગ લેનાર મહિલાઓને પ્રોત્સાહીત કરવા શ્રીમતી અલ્કાબેન બી. ભટ્ટ તથા શ્રીમતિ શિવાનીબેન આર. ઠાકર જજતરીકે હાજર રહી અને વિજેેતા સ્પર્ધકોનેઇનામ આપ્યા હતાં કાર્યક્રમનું સંચાલન ભાવેનભાઇ ભટ્ટએ કર્યુ હતું તેમજ કાર્યક્રમને સફળતાપુર્વક સંપન્ન કરવા ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણી તથા શ્રી અમિનેશભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારીશ્રી ભાવેેનભાઇ ભટ્ટ , શિતલબેન ઝાલા, હાજરાબેન બુંભાણી ઠેેબા, રીનારાની શિંગ વગેરે એ જહેમત ઉઠઢાવી હતી.

(4:09 pm IST)