Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પુષ્કરધામ ઘનશ્યામનગરમાં મકાનમાં દરોડોઃ જુગાર રમતા ૮ પકડાયા

ભરતસિંહ, જીતેન્દ્રસિંહ, વિરભદ્રસિંહ, રાજેન્દ્રસિંહ, લવદિપસિંહ, પ્રતિપાલસિંહ, લખધીરસિંહ અને જગદીશસિંહની ધરપકડ

રાજકોટ તા.૩૦ : પુષ્કરધામ મેઇન રોડ પર ઘનશ્યામનગરમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક સહિત આઠ શખ્સોને પકડી લીધા હતા.

 મળતી વિગતો મુજબ યુનિવર્સિટીના પોલીસ મથકના પીએસઆઇ બી.જે.કડછા  તથા રાજેશભાઇ મીયાત્રા, હરેશભાઇ  પરમાર, અમીનભાઇ, રવિરાજસિંહ, અશોકસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરાજસિંહ, અશોકસિંહ, ધર્મેન્દ્રસિંહ ને મળેલી બાતમીના આધારે  પુષ્કરધામ મેઇનરોડ પર ઘનશ્યામનગર શેરીનં.૩ બ્લોક નં.૨૮માં રહેતા ભરતસિંહ, પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૫૦) ના મકાનમાં  દરોડો પાડી મકાન માલીક ભરતસિંહ તથા રૂડા-૨ ની સામે પારીજાત સોસાયટી શેરી નં.૬ના જીતેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ (ઉ.વ.૩૩) (રહે. સદગુરૂનગરની બાજુમાં  રૂરલ હા. બોર્ડ કવાર્ટર) , રાજેન્દ્રસિંહ હરિશચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ.૪૩) (રહે. વિમલનગર શેરી નં.૫) લવદિપસિંહ અજીતસિંહ વાઘેલા (ઉ.વ.૪૭) (રહે. સદગુરૂ નગર શેરી નં.૧૬), પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ ઝાલા (ઉ.વ.૩૬) (રહે. સદગુરૂનગર શેરી નં.૨), લખધીરસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૪૫) (રહે. મોટામૌવા ) અને જગદીશસિંહ કેશરીસિંહ રાણા  (ઉ.વ.૬૪) રહે. સરીતા વિહાર બ્લોક નં.૬૨) ને જુગાર રમતા પકડી લઇ રૂ.૧૩,૨૫૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)