Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સંતકબીર રોડ પર આરોગ્યના દરોડાઃ ૧૭ કિલો તેલ-સોડા પાવડર-પસ્તીનો નાશ

ર૩ ધંધાર્થીને ત્યા ચેકીંગઃ લાયસન્સ/રજીસ્ટ્રેશન હોવાથી ૧પ વેપારીને નોટીસ

રાજકોટ તા. ર૯ : મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે સંતકબીર રોડ પર ખાદ્ય ચીજના ર૩ ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું આ ચેકીંગ દરમ્યાન ૪ કિલો દાજયુલ તેલ, સોડા પાવડર પ કિલો તથા ૮ કિલો પસ્તી સહિત કુલ ૧૭ કિલો નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ૧પ વેારી પાસે લાયસન્સ / રજીસ્ટ્રશેન ન હોવાથી નોટીસ આપવામાં આવી હતી. તેની કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું

આ અંગે તેણીની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુખ્ય માર્ગ ચકાસણી અનુસાર આજ રોજ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફીસર એ.અને. પંચાલ તથા એફએસઓ કે.એમ. રાઠોડ દ્વારા સંતકબીર રોડ પર આવેલ ખાદ્યચીજનું વેચાણ કરતા આસામીઓની ચકાસણી કરવામાં આવેલ જેમા વાસુપાન એન્ડ કોલ્ડ્રીંકસ, શ્રી રામ જનરલ સ્ટોર, મહેતા સીઝન, ભારત પ્રોવીઝન સ્ટોર, શ્રીરામ કરીયાણા ભંડાર, ગેલેકસી પાન, જલારામ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જીજ્ઞેશન પાન, શીવ પાન, બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ, ભગવતી ફરસાણ, રાજાણી પ્રોવીઝન, અંબર પાન, મારૂતી મેડીલક, શ્રી ગણેશ સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોર સહિતના ૧પ ધંધાર્થીને રજીસ્ટ્રેશન-લાયસન્સ ન હોવાથી નોટીસ આપવામાં આવી છે.

આ ચકાસણી દરમ્યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફુડ પાર્લર, જયુસ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા ટી-સ્ટોલ, ડેરી ફાર્મ, જેવા તમામ ફુડ બિઝનેશ ઓપરેટરની આરોગ્યપ્રદ સંગ્રહ/ઉત્પાદન તથા ફુડ લાયસન્સ/રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવતા તથા સમગ્ર પ્રીમાઇસીસની હાઇજીનીક કંડીશન બાબતે સઘન ચકાસણી કરેલ દરમ્યાન ફુડ લાયસન્સ/રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા આસામીઓ, બિન આરોગ્ય પ્રદ સ્થિતિમાંં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદી પસ્તીનો પેકિંગમાં ઉપયોગ દાજયુ તેલનો ઉપયોગ, કાયાતેલને ફરસાણમાં ઉપયોગ કરે છે, તે દર્શાવતું બોર્ડ, કાપેલા વાસી, સડેલા, પડતર સ્વાસ્થ્ય માટે હાનિકારક અખદ્ય ચીજોનો સ્થળ ઉપર દાજયુ તેલ-૪ કિલો, સોડ પાવડર-પ કિલો, પસ્તી-૮ કિલો નાશની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ આપવામાં આવી હતી. તેમ  અંતમાં જણાવ્યું હતું.

(4:25 pm IST)
  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • પેડદાદી, તમારા જેવું કામ કોઈ નથી કરતું : સુરતનાં મીના મહેતાને પાંચ લાખ રૂપિયા અને ટ્રોફી આપતા અક્ષયકુમાર કહ્યું... : તેઓ સ્લમની મહિલાઓ અને કિશોરીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું સેવાકાર્ય કરે છે, જે માટે અક્કીએ દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું. access_time 4:06 pm IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST