Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા પાઠવતા બોદર

રાજકોટ,તા. ૩૦ : જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બોદરઍ રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને આવતીકાલે તા. ૧ લી મે, રોજ ૬૨માં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે, ગુજરાત આજે સર્વક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્ના છે ત્યારે ગુજરાતે આજે રાજકારણ ઉપરાંત સાંસ્કૃતિક, સામાજીક અને આર્થિક ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નરસિંહ મહેતાની આ ભૂમિ પર આધ્યાત્મિકતાનો ઘણો પ્રભાવ રહ્ના છે. તેણે ભારતીય સંસ્કૃતિના માનવતાવાદનો પણ પ્રસાર કર્યો હતો. ગુજરાતની ઉદારતા ઍ ભારતીય સંસ્કૃતિનુ મુખ્ય લક્ષય છે. પ્રાચીનકાળથી ગુજરાત તમામ સંપ્રદાયો અને સુમદાયોના લોકો ભાઇચારાથી આગળ વધતા રહ્ના છે. જનકલ્યાણનો ધ્યેય પ્રત્યેક પળે ઉજાગર કરતા રહીઍ.

(11:31 am IST)