Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

કુબલિયાપરામાં સમન્સ બજાવવા ગયેલ થોરાળાના પોલીસકર્મી યુવરાજસિંહ રાણા પર મહિલા બુટલગર સહિતના ટોળાનો હુમલો

મહિલા બુટલેગરે તુંકારો દેતા બોલાચાલી બાદ તેણીના પતિ સહીત આઠ દસ લકોએ ધોકા પાઇપથી કર્યો હુમલો

રાજકોટ ;શહેરના કુબલિયાપરામાં સમન્સ બજવણી માટે ગયેલા થોરાળાના પોલીસમેન પર મહિલા બુટલેગર સહિતના ટોળાએ હુમલો કરતા પોલીસમેનને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે હુમલાની ઘટનામાં પોલીસે ફરજમાં રુકાવટ સહિતના ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

  અંગે મળતી વિગત મુજબ આજે  કુબલિયાપરામાં મુખી ચોકમાં થોરાળા પોલીસના યુવરાજસિંહ ઘનશયમસિંહ રાણા સહ કર્મીને લઇને મુખી ચોકમાં પારુબેન દેવીપૂજકને સમન્સની બજવણી કરવા ગયા હતા જ્યાં પારુબેને તુંકારો દેતા પોલીસકર્મીએ તુંકારો નહિ દેવા બાબતે કહેતા બોલાચાલી થઇ હતી

બાદમાં મહિલા બુટલેગરના પતિ સંદીપભાઈ અને અન્ય આઠ દસ લોકોએ ધોકા પાઇપથી હુમલો કરતા યુવરાજસિંહ ઘાયલ થયા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આઠ દસ લોકોના ટોળા સામે ફરજમાં રુકાવટ સહિતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

(9:59 pm IST)