Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

તબીયત સારી છે : ૨ થી ૩ દિવસમાં હાજર થઇશ : રેમ્યા મોહન

હાલ થોડી નબળાઇ છે : ડોકટરોએ આરામ કરવાનું કીધું છે : રાજકોટમાં હાલ રાત્રી કર્ફયુ અંગે કોઇ વિચારણા નહી

રાજકોટ તા. ૨૯ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનને કોરોનાની અસર થતા હાલ તેઓ તેમના ઘરે હોમ આઇસોલેશન છે, આજે બપોરે 'અકિલા' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હવે તેમની તબીયત ઘણી સારી છે, થોડી નબળાઇ છે, ડોકટરોએ આરામ કરવાનું હાલ કહ્યું છે.

બીજો રીપોર્ટ કરાવી લીધો કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે ના આ રીપોર્ટ હવે થશે, હાજર થવા અંગે તેમણે જણાવેલ કે, પોતે ૨ થી ૩ દિવસમાં હાજર થશે, અથવા તો આવતા વીકમાં સોમવારથી હાજર થાય તેવી શકયતા રહેશે.

અમદાવાદમાં નાઇટ કર્ફયુ લદાયો તેવું રાજકોટમાં નિર્ણય લેવાશે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું કે, પોતે હાજર થયા બાદ અધિકારીઓ પાસેથી વિગતો જાણી શહેર - જિલ્લાની સ્થિતિ જોઇ નિર્ણય લેવાશે, હાલ રાજકોટ જિલ્લામાં રાત્રી કર્ફયુ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

(3:38 pm IST)
  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST

  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST