Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રાજકોટમાં મંજુરી મળશે તો રથયાત્રા નિકળશે, નહી તો મંદીરના પરીસરમાં ધાર્મિક વિધિઓ યોજાશે

સરકારની સંપુર્ણ ગાઇડલાઇન હેઠળ ઉજવણી કરવામાં આવશેઃ મહંત મોહનદાસજી

રાજકોટઃ રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાનામૌવા ગામ ખાતે આવેલ કૈલાસધામ આશ્રમ ભગવાન જગન્નાથ મંદિરમાં આગામી તા. ૧૨જુલાઇના અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીનો ઉત્સવ સરકારની સંપુર્ણ ગાઇડ લાઇન હેઠળ યોજવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ માટે કાર્યકર્તાઓની એક મીટીંગ યોજાઇ હતી. જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ઉત્સવ સાદગીથી યોજવાનો નિર્ણય કરેલ છે. ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી અને ભાઇ બલરામજીના રથને રંગ રોગાન તથા મંદિર પરીસરમાં સાફ સફાઇ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા જો રથયાત્રાની મંજુરી આપવામાં આવશે તો સરકારની ગાઇડ લાઇન હેઠળ રથયાત્રા નીકળશે. નહીતર મંદિર પરીસરમાં જ મામેરા વીધી સહીતની ધાર્મીક વિધી કરવામાં આવશે તેમ મંદિરના મહંત મોહનદાસજી ગુરૂ ત્યાગી રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)