Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

શહેરમાં ડ્રેનેજ-ગટરની સમસ્યા વકરીઃ વિપક્ષી નેતાને ઢગલાબંધ ફરિયાદો

ઓનલાઈન ડેસ્કમાં ૧૨૨ ફરિયાદનો ધોધઃ સૌથી વધુ ડ્રેનેજ-ગટરના પ્રશ્નોની સમસ્યા નોંધાયઃ તાત્કાલિક ઉકેલવા ભાનુબેન સોરાણીની તાકિદ

રાજકોટ, તા. ૨૯ :. શહેરમાં પાણી, ગટર, રસ્તા-ખાડા સહિતની ફરીયાદ માટે મ.ન.પા.ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન ડેસ્કમાં ૧૨૨ ફરીયાદો નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ડ્રેનેજ ગટરની ૨૬ ફરીયાદો આવી છે. તમામ સમસ્યાઓ તાત્કાલીક ઉકેલવા ભાનુબેન સોરાણીએ સંબંધિત વિભાગને તાકિદ કરી છે.

વિરોધ પક્ષના નેતાના ઓનલાઈન ડેસ્ક ઉપર પીવાના પાણીની ૧૯, સફાઈ-ગંદકી-કચરાના ઢગલા ૧૬, રોડ-રસ્તા ખાડા ૧૯, સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં ૮, ડ્રેનેજ-ગટરના પ્રશ્નો ૧૬ તથા અન્ય ફરિયાદો ૩૩ સહિત કુલ ૧૨૨ નોંધાઈ છે.

જે ફરીયાદો પરત્વે ગંભીરતાથી સત્વરે ઉકેલવા માટે ભાનુબેન સોરાણીએ જવાબદાર અધિકારીને તાકીદ કરેલ છે. તેમજ નગરજનોને http://bit.ly/CLP_RMC ઉપર ફરીયાદો નોંધાવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.

(4:07 pm IST)