Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

વીર રાજપૂત યોધ્ધાના 'કેસરીયા' અને સ્વમાન - ઇજ્જતની રક્ષા કાજે રાજપૂતાણીઓના 'જૌહર'ની અમરગાથા

ચિતોડની મહારાણી પદ્માવતીએ ૧૫૦૩માં સોળહજાર રાજપૂત મહિલાઓ સાથે કરેલ જૌહરની દેશ અને વિદેશના ઇતિહાસકારોએ આગવી નોંધ લીધેલ છે : વિદેશી ઇતિહાસ લેખક મી બાટ્ટીની નોંધ મુજબ ક્ષત્રિય મહિલાઓ સ્વમાન અને સ્વરક્ષા માટેની શૌર્ય પરંપરા ઇતિહાસમાં અમર રહેશે : સાકા-યાને કેસરીયા મતલબ દુશ્મન સામે પરાજ્ય સ્વીકારવાના બદલે જાનની બાજી લગાવી દુશ્મનો ઉપર બેફામ બની તૂટી પડી શહીદ થવું : જૌહર મતલબ રાજપૂત મહિલાઓ સ્વમાન અને સ્વરક્ષણ માટે દુશ્મનોથી બચવા અગ્નિકુંડમાં કુદી જીવની આહુતિ આપવી : જૌહર ૧૨મીથી ૧૭મી સદીમાં થયાની ઇતિહાસમાં નોંધ છે : ફારસી શબ્દ જીવહર ઉપરથી જૌહર આવેલ હોવાનું વિદેશી ઇતિહાસ લેખકે નોંધેલ છે

જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખ્તસિંહ (તખુભા) રાઠોડ વાંચકોને રાજપુત વીરાંગના જૌહર અને બહાદુર યૌદ્ઘાના સાકા યાને કેસરીયા અંગે ઇતિહાસકારોની સંકલીત માહિતી દ્વારા જણાવે છે કે, દેશના ઇતિહાસમાં રાજપુત રજવાડાઓનો ઇતિહાસ શૌર્ય અને ગૌરવપૂર્ણ સુર્વણ અક્ષર આલેખેલ છે. ઇતિહાસમાં લખાયેલ અનેક બાબતોમાં આ બે બાબતોની જૌહર અને કેસરીયાની સમગ્ર વિશ્વના દેશોએ નોંધ લીધેલ છે.

જૌહરનો ગૌરવંતો ઇતિહાસ મહારાણી રાણીઓ અને બહાદુર રાજપુતાણીઓ સ્વમાન અને શીલના રક્ષણ માટે અપાતુ બલીદાન એટલે જૌહર દેશ વિદેશના ઇતિહાસકારોના મતે આ જૌહર પ્રથા ૧રમી થી ૧૭મી સદીમાં નોંધાયેલ છે.

જૌહર કઇ રીતે થતુ

યુદ્ઘ મેદાનમાં જંગ જીતવો મુશ્કેલ જણાતા યોઘ્ધા સંધી કે શરણાગતીને બદલે મરી ફીટવા તૈયાર થઇ સાકા યાને કેસરીયા કરી શહીદ થવાનો નિર્ર્ણય લેતા અને આ નિર્ર્ણયની જાણ રાજમહેલ અને કિલ્લામાં થતા મહારાણી, રાણીઓ અને બહાદુર યોદ્ઘાની પત્નિઓ ત્વરીત રાજમહેલના મહીલાના આંગણે શૃંગાર સજી એકત્રીત થવા લાગતી ને સમુહમાં એક બીજાના હાથ પકડી ભભમા ભવાનીભભ ના જય ઘોષ સાથે અગ્નિકંુડમાં કુદી સ્વમાન અને ઇન્નજતની રક્ષા માટે જીવની આહુતી આપી દેતી.

સાકા યાને કેસરીયા

યુદ્ઘ ક્ષેત્રે દુશ્મનનુ બળ વધુ હોઇ અમુક સમયે કોઇ ષડયંત્ર રચાય જતુ તે સમયે જંગ જીતવો કઠીન જણાતા દુશ્મન સાથે સંધી કે શરણાગતી સ્વીકારવાના બદલે માતૃભૂમિના રક્ષણ માટે શહીદ થવા સાકા યાને કેસરીયા કરવાનો હિંમત ભરેલ નિર્ર્ણય લેવાતો. મોડી રાત્રીના સમયે સેનાપતિ સહિત તમામ યોદ્ઘા પુરતા હથિયારો સાથે તૈયાર થઇ કપાળમાં કેસર ચંદન કરી ભભમા ભવાનીભભ અને એકલીંગ દેવના જયઘોષ સાથે દુશ્મનો ઉપર અતિ તાકાત જોમ સાથે બેફામ બની તુટી પડતા. આ રીતે દુશ્મનની છાવણીમાં ભયંકર ખુવારી કરી શહીદી વ્હોરી લેતા.

એ સમયે જૌહરના વીરતાની ઐતિહાસીક કથાઓથી વિવિધ પ્રાંતના લોકગીતોમાં જૌહરની વાતને ખુમારી સાથે વણી લેવામાં આવેલ.

સમાજનો અમુક વર્ગ જૌહરને સતી પ્રથા સાથે જોડે છે પણ આ વાત તદન ખોટી છે. પતિના અવસાન બાદ પત્નિ જીવ ત્યજી દેતી, અનેક કિસ્સાઓમાં વિધવા સ્ત્રીઓના જીવવાનો અધિકાર મજબુર કરી છીનવી લેવાતા પરિવારના હઠાગ્રહને તાબે થઇ વિધવા સ્ત્રીએ સતી થવુ પડતુ અને આ સતી પ્રથા દેશના અનેક સમાજની સ્ત્રીઓ માટે હતી. જૌહર પ્રથા ખાસ રાજપુતાના પરંપરા સાથે સ્વમાન અને બલિદાન સાથે જોડાયેલ હતી. વીરભુમિ રાજપુતાના રાજસ્થાનના રાજપરિવારને મહારાણી રાણીઓ અને રાજપુત યોદ્ઘાની પત્નિીઓ સાથે ગાઢ જોડણનું ઇતિહાસમાં નોંધાયેલ છે. ચિતોડની અતિ સ્વરૂપવાન મહારાણી પદ્માવતીની જૌહર કથા દેશ અને વિદેશમાં ખૂબજ પ્રચલીત છે. ઇ.સ. ૧૩૦૩ માં ચિતોડના રાજવી રતનસિંહની અતિ સ્વરૂપવાન મહારાણી પદ્માવતના રૂપના ગુણગાન સાંભળી દિલ્હીના સુલતાન અલાઉદીન ખીલજીએ રાણીને મેળવવા ચિતોડ ઉપર ચઢાઇ કરેલ પરંતુ આ યુદ્ઘમાં ખીલજીનો પરાજય થયેલ. રાણીના રૂપમાં અંધ બનેલ અલાઉદીન ખીલજીએ દગો કરી રાજવી રતનસિંહને કેદ કરી લીધેલ ને મહારાણી પદ્માવતીને શરણે આવવા સંદેશો આપેલ. મહારાણીએ રાજવીના રક્ષણ માટે ખૂબજ હિંમત ભરેલ ને બુદ્ઘિપૂર્વક આયોજને કરી અલાઉદીન ખીલજીને જવાબ આપેલ કે હું ૭૦૦ પાલખી લઇ રૂબરૂ આવીશ પણ મારી શરત છે કે આ પાલખીઓને ચકાસવાની નહી. અલાઉદીન આ શરત મંજુર રાખતા ૭૦૦ બહાદુર રાજપુત જવાને પાલખીઓ મારફત ખીલજીની છાવણીમાં પહોંચી રાજાને મુકત કરાવવામાં સફળ રહેલ. આ બનાવથી અલાઉદીન વધુ રોષે ભરાઇ દિલ્હીથી વિશાળ લશ્કર બોલાવી ચિતોડ ઉપર જોરદાર આક્રમણ કરેલ. સામા પક્ષે રાજા રતનસિંહ અને તેના બહાદુર યૌઘ્ધાઓએ વિરતા પૂર્વક તાકાતથી જવાબ આપી શહીદી વ્હોરી લીધેલ.

રાજસ્થાનનની વીરભૂમિ મેવાડના ઇતિહાસમાં જે ત્રણ જૌહર સમગ્ર દેશમાં ત્યાગ બલીદાન અને શૌર્યના અમરપ્રતિક ગણાય છે એ પૈકીનું આ પ્રથમ જૌહર હતુ. આ જૌહરમાં રાણી પદ્માવતીએ સોળહજાર રાજપુણાતી વીરાંગનાઓ સાથે પોતાનો પ્રાણ અગ્નિદેવને અર્પિત કરેલ. આ કથા દેશ અને દુનિયાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં અંકીત થયેલ છે.

તજજ્ઞે ઇતિહાસકારના મતે રાણી પદ્માવતીના જૌહર પહેલા થોડાક જૌહરના કિસ્સા બનેલ છે. રણથભોરમાં ખિલજીના અતિ જુલમથી અનેક રાજપુતાણીઓએ સ્વમાનની રક્ષા માટે જૌહર કરેલ. ૧પ૩૪ ની આસપાસ ગુજરાતના સુલતાન બહાદુર શાહે ચિત્તોડ ઉપર એકતાના અભાવે બહાદુર શાહની વિશાળ લશ્કર સામે ચિત્તોડના ઓછા લડવૈયા બહાદુરપૂર્વક સખત લડત આપી શહીદ થયેલ ને ચિત્ત્।ોડ ઉપર સંકટ ગહન બનતા રાજમાતા કર્મવાતીએ સુલતાનની બુરી નજરથી બચવા સ્વમાન ખાતર અંદાજે ૧૩ હજાર વીરાંગનાઓ સાથે જૌહર કરેલ. આઇએન અકબરીની નોંધ અને બ્રિટીશ ઇતિહાસ લેખક ડેવીડ સ્મિથે નોંધ મુજબ ૧પ૬૭માં અકબર સામે સંગીન લડત આપી વીર રાજપુત લડવૈયા શહીદ થતા હતા અને ચિત્ત્।ોડ ગઢમાં રાજપુતાણીઓ જૌહર કરી પ્રાણ આપેલ. અકબર ગઢમાં પ્રવેશ કરેલ ત્યારે તેને સમગ્ર શહેર એક વિશાળસ્મશામૃત જેવુ જોવા મળેલ.

ઇતિહાસકારોના મતે માત્ર રાજસ્થાન નહી પણ સમગ્ર દેશની આન–બાન સમા અતિ તાકાતવર અને માતૃભુમિની રક્ષા માટે અંતિમ શ્વાસ સુધી બહાદુરપૂર્વક લડતા રહેલ. મહારાણા પ્રતાપની રાણી ફુલકુંવર જે મારવાડના રાજા માલદેવ રાઠોડના પૌત્રી હતા તેને પણ હજારો વીરાંગના સાથે અગ્નિદેવના ખોળે પ્રાણ ત્યજી જૌહર કરેલ.

ઇતિહાસકારોએ નોંઘ્યુ છે કે ભડભડ બળતા અગ્નિકુંડમાં પળનો પણ વિલંબ વગર સ્વમાનના રક્ષણ માટે જાત હોમવી એ અતિ હિંમતનુ કામ છે. આ જૌહરથી પ્રજામાં અને યુદ્ઘમોરચે લડતા સૈનિકની પે્રરણા મળતી. માતૃભૂમિના રક્ષણ માટે સદીઓ પહેલા દેશના વીર રાજપુત યોદ્ઘાએ આપેલ બલીદાન અને સ્વમાન ગૌરવના રક્ષણ માટે વીર મહીલાઓએ આપેલ બલીદાન દેશના ઇતિહાસમાં અમરગાથા છે. આ બહાદુર વિરાંગના અને માતૃભૂમિ રક્ષણ માટે બલીદાન આપનાર જવાનોને કોટી કોટી વંદન.

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦ રાજકોટ

(3:41 pm IST)