Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ભાજપ દ્વારા વોર્ડ નં. ૧૩,૧૪,૧૫ માં વૃક્ષારોપણ

ભાજપના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખજી સ્મૃતિ દિન તેમજ તેમના જન્મ દિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં પર્યાવરણ સંરક્ષણ હેતુ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો છે. જેના ભાગરૂપે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. વોર્ડ નં. ૧૩ અને ૧૪ માં બાલકિશોર વિદ્યાલય લક્ષ્મીવાડી ખાતે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રક્ષાબેન બોળીયા, વોર્ડ નં. ૧૫ માં ધારાસભ્ય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નં. ૧૩ માં દિવ્યરાજસિંહ ગોહીલ, કેતન વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, ભરત સવસેટા, જયાબેન ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, સોનલબેન સેલારા, વિજય ટોળીયા, હસુભાઇ ચોવટીયા, યોગેશ ભુવા, વજુભાઇ લુણસીયા, હરીભાઇ ડાંગર, પ્રવિણભાઇ રાઠોડ, અજીતસિંહ ઝાલા, વિશાલ પરમાર, અમિત જાવીયા, આશીષ મહેતા, વિમલ ડાંગર, નારણભાઇ બોળીયા, શૈલેષ ડાંગર, દીવ્યેશ પીપળીયા, રમેશભાઇ વેકરીયા, નીરવ રાયચુરા, મંગળાબેન સોઢા, જીતુભાઇ સેલારા ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૧૪ માં હસુભાઇ ચોવટીયા, હરીભાઇ રાતડીયા, વિપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, કેતન પટેલ, નીલેશ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, કિશોરભાઇ પરમાર, માણસુરભાઇ વાળા, નરેન્દ્ર મકવાણા, અરવિંદભાઇ, ગીરીશભાઇ, કિશન સોલંકી, અમિત બાવરેચા, વોર્ડ નં. ૧૫ માં જીણાભાઇ ચાવડા, સોમભાઇ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઇ મોરી, મહેશ અઘેરા, નાનજીભાઇ પારઘી, શામજીભાઇ ચાવડા, દેવજીભાઇ ખીમસુરીયા, વરજાંગભાઇ હુંબલ, વિનોદ કુમારખાણીયા, મેઘાવીબેન સિંધવ, મૌલીક પરમાર, પંકજ ચાંવ, બીપીનભાઇ પરમાર, રામાભાઇ હેરભા, કિશોરભાઇ મકવાણા, ભનુભાઇ ખીમસુરીયા, પુરણદાસ સરપદડીયા, રાણીબેન પરમાર, સંજયભાઇ વજકાણી, મહેશભાઇ સખીયા, કેશુભાઇ ગોહીલ, મેરામભાઇ બોરીચા, પ્રવીણભાઇ કોળી, ઉજેશભાઇ દેશાણી, ધર્મેશ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)