Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ઢેબર રોડ અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી કારમાં દારૂની ૯૬ બોટલ સાથે બે પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડો : વનરાજવાળા અને દિલીપ વનરાની ધરપકડ

રાજકોટ,તા. ૨૯ : શહેરના ઢેબર રોડ પર અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સ્વીફટ કારમાં દારૂની ૯૬ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પરથી દારૂ ભરેલી સ્વીફટ કાર પસાર થવાની હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. મનરૂપગીરી ગૌસ્વામી, કોન્સ. મનિષભાઇ શીરોડીયા અને મૈસુરભાઇ કુંભાર વાડીયાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.જે. કામળીયા, હેડ કોન્સ. મનરૂપગીરી, રણજીતસિંહ પઢારીયા, મનીષભાઇ શિરોડીયા, મૈસુરભાઇ, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ, રાજેશભાઇ ગઢવી અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે ઢેબર રોડ અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં. ૩માં દરોડો પાડી સ્વીફટ કારમાંથી રૂ. ૪૮,૦૦૦ની કિંમતની દારૂની ૯૬ બોટલ સાથે ગોંડલ રોડ ખોડીયાર પરાના વનરાજ બદરૂભાઇ વાળા (ઉવ.૨૯) અને હુડકો ચોકડી પાસે રામનગર શેરી નં. ૧ના દીલીપ મેરૂભાઇ વનરા (ઉવ.૨૨)ને પકડી લઇ દારૂનો જથ્થો તથા કાર મળી રૂ.૧,૯૮,૦૦૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:37 pm IST)