Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

યાજ્ઞિક રોડ પર ત્રણ શખ્સોની સરાજાહેર ધબધબાટીઃ સામ સામા ધૂંબા લાફા

યાજ્ઞિક રોડ પર સોમવારે સાંજે ચંદુભાઇ ભેળવાળાની સામે ત્રણ શખ્સો વચ્ચે સરાજાહેર ધબધબાટી બોલી જતાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. એક શખ્સને બીજા બે શખ્સે મળી ધોલધપાટ શરૂ કરી હતી. સામે એકલા શખ્સે પણ બંનેનો સામનો કરી લાફા ધુંબા મારી લીધા હતાં. આ બઘડાટી ત્રણેય શખ્સો પોત પોતાના વાહન પર રવાના થઇ ગયા હતાં. પોલીસ પહોંચી હતી પરંતુ ત્યારે કોઇ મળ્યું ન હોઇ ફરિયાદ નોંધાઇ નથી. મારામારીના વિડીયો ફૂટેજ સોશિયલ મિડીયામાં વહેતા થયા હતાં. સરાજાહેર માથાકુટની ઘટના ઢેબર રોડ વન વેમાં પણ બની હતી.

(3:28 pm IST)