Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭-૧૩માંવેકિસનેશન કેમ્પ યોજાયો

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ કેન્દ્રો પર ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેકિસન આપવામાં આવશે. આ અભિયાનને વધુ વેગ મળે અને શહેરના વધુમાં વધુ શહેરીજનોને વેકિસનનો લાભ લે તેવા શુભ આશયથી સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી, શાળા, કોલેજો વિગેરેને જોડી વેકિસન કેમ્પ યોજવાનું નક્કી કરેલ. જે અંતર્ગત તા.૨૬ના રોજ વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ તથા તા.૨૮ના રોજ વોર્ડ નં.૧૩માં પી.ડી. માલવિયા કોલેજના સંયુકત ઉપક્રમે વેકિસનેશન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કુલપતિ નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.દેસાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, પી.ડી.માલવિયા કોલેજના ટ્રસ્ટી લાભુભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, વોર્ડ નં.૦૭ના પ્રભારી પ્રતાપભાઈ વોરા, વોર્ડ નં.૦૭ના પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ નં.૧૩ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, વોર્ડ નં.૦૭ના મહામંત્રી અનિલભાઈ લીંબડ તથા રાજુભાઈ મુંદ્યવા, વોર્ડ નં.૧૩ના મહામંત્રી ધીરૂભાઈ તળાવીયા તથા ભરતભાઈ સવસેટા તેમજ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:18 pm IST)