Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રસીકરણના ડખ્ખા વચ્ચે કોવેકસીનનો પ્રથમ ડોઝ આપવાનું શરૃઃ કાલે કોવિશીલ્ડ પણ આવી જશે

આજે ૧પ કેન્દ્રો પર કો-વેકસીનનાં પ્રથમ-બીજા ડોઝ અપાયાઃ કાલે કોવિ-શીલ્ડનાં ૬૦૦૦ ડોઝ આવી ગયા બાદ તેનાં ડોઝ પણ શરૂ થઇ જેશેઃ આજે પણ અનેક કેન્દ્રોમાં માથાકુટનાં દૃશ્યો

શહેરમાં છેલ્લા અઠવાડીયાથી રસીકરણની કામગીરી ડલ્લે ચડી છે. વેકસીનની અછતને કારણે રસીકરણ કેન્દ્રોમાં દરરોજ માથાકુટનાં દૃશ્યો સર્જાય છે તસ્વીરમાં મવડી વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં સવારે રસી મુકાવનારાઓની ભીડ એકત્ર થતા અવ્યવસ્થા સર્જાયેલ અનેક લોકોને ધકકા થયા હતા. માથાકુટ થઇ હતી. તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૯: મ.ન.પા.નાં રસીકરણ કેન્દ્રોમાં કોવિ-શીલ્ડ વેકસીનની અછત સર્જાઇ છે તેનાં કારણે રસીકરણ કેન્દ્રોમાં દરરોજ ડખ્ખા થઇ રહ્યા છે આ દરમિયાન તંત્ર વાહકોએ આજથી કો-વેકસીનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ કરી દેતાં થોડી રાહત થઇ હતી. ઉપરાંત આજે સાંજે કોવિશીલ્ડનાં ૬૦૦૦ ડોઝ પણ ઉપલબ્ધ બની જશે. આથી આવતીકાલે રસીકરણ કેન્દ્રો પર આવનારા લોકોને ધકકા નહીં થાય તેવી હૈયાધારણા મેયર પ્રદિપ ડવે આપી હતી.

૧પ સ્થળોએ કો-વેકસીન

આપવાનું શરૂ

જે સ્થળે આજથી કો-વેકસીનનાં પ્રથમ-બીજા ડોઝ અપાય છે તેમાં (૧) મવડી આરોગ્ય કેન્દ્ર (ર) નાનામવા આરોગ્ય કેન્દ્ર (૩) નંદનવન આરોગ્ય કેન્દ્ર (૪) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર (પ) સીટી સિવિક સેન્ટર-મીન માર્ગ (૬) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર (૭) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગય કેન્દ્ર (૮) હુડકો આરોગ્ય કેન્દ્ર (૯) સદર આરોગ્ય કેન્દ્ર (૧૦) જંકશન આરોગ્ય કેન્દ્ર (૧૧) કબીરવન આરોગ્ય કેન્દ્ર (૧ર) મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર

(૧૩) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આરોગ્ય કેન્દ્ર (૧૪) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર અને (૧પ) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર વિગેરે સેસન સાઇટનો સમાવેશ થાય છે.

દરમિયાન હવે આવતીકાલે કોવિશીલ્ડનો નવાં ૬૦૦૦ ડોઝનો જથ્થો આવી ગયા બાદ તે પણ શરૂ થઇ જશે.

આમ હવે જો આ પ્રકારે મ.ન.પા.ને નિયમીત દરરોજ ૧૦ હજાર જેટલા ડોઝ મળતાં રહે તો મ.ન.પા.નાં રસીકરણ કેન્દ્રોમાં વેકસીનેકશનની કામગીરી સરળતાથી ચાલે તેવી આશા છે.

(3:07 pm IST)