Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રૈયાધાર ડ્રિમસીટી પાછળ સ્કોર્પિયોમાં દારૂની બોટલો ભરી નીકળેલા 3 ને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

સ્કોર્પિયોમાં 34 બોટલ દારૂ સાથે પકડી લઈ રૂ.10 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ: રૈયાધાર ડ્રિમસીટી પાછળથી ક્રાઇમ બ્રાન્ચે સંજય ભીખુભાઇ શિયાર, રાજ પરબતભાઇ કેસવાલા અને ભરત બટુકભાઈ ચંદ્રેશાને સ્કોર્પિયોમાં 34 બોટલ દારૂ સાથે પકડી લઈ રૂ.10 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
         પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ એચ.બી. ધાન્ધલિયા અને ટીમે આ કામગીરી કરી હતી. હેડકોન્સ. રઘુભા વાળા, સિદ્ધરાજસિંહ જાડેજા અને રાજેશભાઇ બાળાની બાતમી પરથી કસમગીરી થઈ હતી. સાથે પ્રદીપસિંહ, શક્તિસિંહ જોડાયા હતા.

(8:03 pm IST)