Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જિલ્લા પંચાયતમાં તલાટીઓની બદલીના મોટા ઘાણવાની તૈયારી

સંભવિત વિવાદ નિવારવા બદલી પૂર્વેની પ્રક્રિયામાં સાવચેતી

રાજકોટ, તા. ૨૯ :. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓની મોટાપાયે બદલીની તૈયારી થઈ રહી છે. બદલીના ઘાણવામાં ૧૦૦થી વધુ તલાટીઓનો સમાવેશ થતો હોવાનું અનુમાન થઈ રહ્યુ છે. સંભવિત વિવાદ નિવારવા બદલી પૂર્વેની પ્રક્રિયા સાવચેતી સાથે ખાનગી રાહે થઈ રહી છે.

લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓની બદલીને પ્રાધાન્ય અપાશે. ઉપરાંત અમુક ભલામણવાળા ફાવી જાય તેવી શકયતા નકારાતી નથી. બદલીના ઘાણવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં આવતા પંચાયતમાં વહીવટી અને રાજકીય વર્તુળો સતર્ક થઈ ગયા છે. પંચાયતની સામાન્ય ચૂંટણી પૂર્વેનો તલાટીઓની બદલીનો આ અંતિમ મોટો ઘાણવો હશે તેમ માનવામાં આવે છે.

(3:54 pm IST)