Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વોર્ડ નં.૫ - ૧૫માં બે ડાયરેકટ પમ્પીગ અને ત્રણ ભૂતિયા નળ ઝડપાયાઃ ૨ હજારનો દંડ

રાજકોટ,તા.૨૯:  શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા ઓ સામે પણ પગલાં લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અન્વેય મ્યુ.કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા  આજે તા. ર૯ ઇસ્ટ ઝોનના વોર્ડ નં. ૫ માં રઘુવીર પાર્ક, એલ.પી પાર્કમાંથી એક-અકે ડાયરેકટ પમ્પીગ કરતા પાસેથી ર હજારની પેનલ્ટી ભરવા અંગે નોટીસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વોર્ડ નં. ૧૫નાં ગંજીવાડા વિસ્તારમાંથી ૩  ભુતિયા નળ કનેકશન કપાત કયા ર્ હતા.

(3:53 pm IST)