Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૧ જુલાઇ ડોકટર્સ-ડે : કોરોનાને હંફાવનાર તબીબોનો દિવસ

વિશ્વ વ્યાપી મહામારીમાં દિવસ-રાત જોયા વગર સેવાધર્મની સાથોસાથ રાષ્ટ્ર ધર્મ પણ બજાવે છે : બામ્બુ પ્લાન્ટ ટ્રી, પેનસ્ટેન્ડ, ટેબલ કલોક, રીવોલ્વીંગ ફોટોફ્રેમ, ટ્રોફી, શોપીસ, કીચેઇન, વોલેટ સહિત ઢગલાબંધ વેરાયટીઓ-કાર્ડઝ જોહર કાર્ડઝમાં ઉપલબ્ધ

રાજકોટઃ તા.૧૯, દુનિયાભરમાં ૧લી જુલાઇના રોજ ડોકટર્સ-ડેની ભવ્ય ઉજવણી થાય છે. કહેવાય છે કે ભગવાનનું બીજુ સ્વરૂપ ડોકટર હોય છે. દરેક પરીવાર તંદુરસ્તી માટે ડોકટરની સલાહ સુચન પ્રમાણે અમલ કરતા હોય છે. ડોકટર પણ દર્દીઓ સાથે પોતાના પરિવાર સભ્ય હોય તેવુ વર્તન લાગણી કેળવી તેમના સ્વાસ્થય અંગે સારવાર કાળજી લેતા હોય છે. હાલમાં કોરોના વિશ્વ વ્યાપી જંગમાં ડોકટર્સનું પણ મુખ્યપાત્ર માનવ સેવાના આ મહાયજ્ઞમાં અલ્પનીય અને પાયાનું યોગદાન રહયું છે. પોતાના જીવનના જોખમે દિવસ-રાત જોયા વગર સેવા ધર્મની સાથે સમાજ  અને રાષ્ટ્રધર્મ નિભાવે છે.

તા.૧ જુલાઇના રોજ ડોકટર્સ ડે નિમિતે  અહિં ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ વાલા હસનેનભાઇ તથા કાલાવડ રોડ ઉપર   પ્રેમમંદિર રોડ ગાર્ડન સામે આવેલ. જોહર ગેલેરી વાળા જોહરભાઇએ જણાવ્યું કે ડોકટર્સને શુભેચ્છા આપવા માટે બામ્બુ પ્લાન્ટ ટ્રી, ટેબલ કલોક,  પેનસેન્ડ, બીલોરીકાચ, ડોકટર્સને લગતા ટેબલ ફોટો ફ્રેમ, સ્ટેન્ડવાળી રીવોલ્વીંગ ફોટો ફ્રેમ ડોકટર્સના અલગ અલગ લખાણવાળા સેસ, ડોકટર્સને લગતા અલગ અલગ કોટેશન લખેલ તેવા ટેબલ સ્ટેન્ડ બોર્ડ, વિવિધ પ્રકારની ટ્રોફી, પોલીસ્ટોનના શોપીસ, ગ્લાસની ફોટો ફ્રેમ જેમા ડોકટરને લગતા સુવાકયો લખેલા હોય છે. કેપ્સુયલમાં ડોકટર સાહેબનેે મેસેજ લખીને મોકલી શકાય છે.

 કીચેઇન, લેધર વોલેટ, પ્રખ્યાત કંપનીઓની પેન, બોલપેન, રીસ્ટ વોચ, મીરર મેજીક ફોટો ફેમ, ડોકટર્સના લખાણવાળા મગ, સોલાર કીચેઇન, આકર્ષક પેકીંગમા ચોકલેટ, ચોકલેટ બુકે આ ઉપરાંત ડોકટર્સને આપવા માટે શુભેચ્છા કાર્ડસ પણ આવેલ છે.

જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં આ વર્ષની તદન નવાજ પ્રકારની ફેન્સી ડિઝાઇનર રાખડીઓ તથા લુમ્બા રાખડીઓની બહારગામ મોકલવા માટે બહેનોએ ખરીદી ચાલુ કરી દીધી હોવાનું જોહરભાઇ અને હસનેનભાઇએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:51 pm IST)