Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

એંસી ફૂટ રોડ પર દારૂની ર૧૬ બોટલ ભરેલી વાન સાથે વિજયસિંહ જાડેજાની ધરપકડ

ભકિતનગર પોલીસનો દરોડો : દારૂ અને વાન મળી રૂ. ર.પ૮ લાખની મતા કબ્જે

રાજકોટ, તા. ર૯:  શહેરના એંસી ફૂટ રોડ પર આવેલા શ્યામ હોલ પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ર૧૬ બોટલ ભરેલી વાન સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમીશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડની સુચનાથી ભકિતનગર પોલીસ  મથકના પીઆઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, હેડકોન્સ. ફીરોઝભાઇ શેખ, વિક્રમભભાઇ, રણજીતસિંહ, સલીમભાઇ, હીરેનભાઇ, દેવાભાઇ ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ, રવીરાજભાઇ, મહેુલભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ, ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે ૮૦ ફૂટ રોડ પર શ્યામ હોલ પાસેથી જી.જે. ૩ જે.આર.૯પ૬૧ નંબરની મારૂતીવાનને રોકી તલાશી લેતા  તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂ. ૧,૦૮,૦૦૦ની કિંમતની ર૧૬ બોટલ મળી આવતા વિજયસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.ર૮) (રહે. બાબરીયા કોલોની શેરી નં.પ) ને પકડી લઇ દારૂનો જથ્થો અને વાન મળી રૂ. ર,પ૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

દારૂની ૮ બોટલ સાથે જયેશ મીયાણા ઝબ્બે

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. એસ. પટેલ, હેડ કોન્સ. ખોડૂભા જાડેજા, કોન્સ. ગોપાલભાઇ વનરાજભાઇ, કનુભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ, દિનેશભાઇ તથા બ્રીજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ૧પ૦ ફૂટ રોડ શીતલ પાર્ક ચોકડી પાસે દરોડો પાડી દારૂની ૮ બોટલ સાથે જયેશ કેશુભાઇ મીયાત્રા (ઉ.વ.ર૪) (રહે. ગાંધીગ્રામ રામાપીર ચોક પાસે ઇન્દીરાનગર-૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)