Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ફરી આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું સમરાગણઃ કોંગ્રેસની તડાપીટ

કોંગ્રેસના સભ્યો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઘોડા, સાયકલ સાથે પહોંચી અનોખુ પ્રદર્શનઃ ભાજપ-કોંગ્રેસના ૩૩ નગરસેવકોનાં દબાણ હટાવ, કોરોના સહિતના વિવિધ ૭૦ પ્રશ્નો : ભાજપના કોર્પોરેટરોના પ્રથમ પ્રશ્નથી ચર્ચા શરૂ થઇ

આજ ેયોજાયેલ  મ્યુ.કોર્પોરેશનનાં  જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઇ કાલરીયા, વિજય વાંક તથા સંજય અજુડીયા, નીલેશ મારૂ, જયંતીભાઇ બુટાણી સહિતનાં   સભ્યો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ - ઘોડા સાથે પહોંચ્યા હતા તે વખતની તસ્વીર(તસ્વીરઃસંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૯:  લોકડાઉનને કારણે એપ્રિલ મહીનામાં મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ મળી શકયુ ન હતું. આથી રાજય સરકારે આ જનરલ બોર્ડ  ૩૦ જુન સુધીમાં યોજવાની મુદત આપી હતી. આ મુદતનાં અનુસંધાને સોમવારે આજે શહેરનાં રૈયારોડ પર આવેલ પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે આ પેન્ડીંગ જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયુ હતુ.

આ જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપો-પ્રતિઆક્ષેપો નું સમરાગણ થયુ હતુ. ગત  બોર્ડમાં પુરતી ચર્ચા ન થતા કોંગ્રેસનાં વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ બોર્ડમાં કોરોના અંગે ચર્ચા કરવાની ઉગ્ર માંગ સાથે તડાપીટ બોલાવી હતી . આ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઘોડા અને સાયકલ સાથે પહોંચી અનોખુ પ્રદર્શન કર્યુ હતુ.

આ બોર્ડમાં ભાજપનાં ૧૪ કોર્પોરેટરોએ ૧૬ પ્રશ્નો અને કોંગ્રેસનાં  ૧૯ કોર્પોરેટરોએ ૫૪  પ્રશ્નો રજૂ કર્યા છે. આમ આ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોનાં મળી કુલ ૭૦ પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રશ્નોતરીમાં સૌ પ્રથમ ભાજપનાં નગર સેવિકા પ્રીતીબેન પનારાએ પુછેલા દબાણ હટાવ વિભાગનાં પ્રશ્નની ચર્ચા થશે. જેમાં શહેરનાં કેટલા રેંકડી-કેબીન ધારકો પાસેથી છેલ્લા છ મહીનામાં કેટલી રકમનો ચાર્જ વસુલાયો ? તે પ્રશ્નની ચર્ચા થઇ હતી.

બીજા નંબરે કોંગ્રેસનાં નગર સેવક ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧) દ્વારા  પુછાયેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં પાણીની રકમ ભરવા છતાં આ વિસ્તાર પાણીની સુવિધાથી કેમ વંચીત છે...? તેમજ રાજકોટ શહેરમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાંથી આવતા લોકો કોરોનાનો ચેપ લગાડી રહ્યા છે. ત્યારે અમદાવાદ જેવા રેડ ઝોન શહેરોમાંથી આવતાં લોકોની આરોગ્ય ચકાસણી કયારે થશે?

આ ઉપરોકત તમામ સહિત   મનસુખભાઇ કાલરીયા, આશિષભાઇ વાગડીયા, મનીષભાઇ રાડીયા, રાજુભાઇ અંઘેરા, જાગૃતિબેન ડાંગર, અશ્વિનભાઇ ભોંરણીયા, અંજનાબેન મોરજરીયા, મુકેશભાઇ રાદડિયા, વશરામભાઇ સાગઠીયા, રેખાબેન ગજેરા, અનીતાબેન ગોસ્વામી, દિલીપભાઇ આસવાણી, નીતિનભાઇ રામાણી, જગૃતિબેન ઘાડીયા, ડો.દર્શિતાબેન શાહ, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, જયમીનભાઇ ઠાકર, ઉર્વશીબા જાડેજા, સીમ્મીબેન જાદવ, જયાબેન ટાંક, વિજયભાઇ વાંક, અતુલભાઇ રાજાણી, રસીલાબેન ગેરેયા, વલ્લભભાઇ પરસાણા, હારૂનભાઇ ડાકોરા, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન સોરાણી, મકબુલભાઇ દાઉદાણી, સંજયભાઇ અજુડીયા, મેનાબેન જાદવ સહિતનાં ૩૩ કોર્પોરેટરોએ કુલ ૭૦ પ્રશ્નો રજૂ થયા હતા.

દરખાસ્ત અંગે નિર્ણય

આ જનરલ બોર્ડમાં રેસકોર્સ સ્થિત યોગા સેન્ટરનું સંચાલન સોંપવાના નિયમો અંગેની એકમાત્ર નિતી વિષયક તથા ગઇકાલે મળેલ ટી. પી. કમીટી મીટીંગ મંજુર થયેલ ટી. પી. સ્કીમ નં. ૯ માં આવાસ યોજનાના પ્લોટનો અરસ-પરસ હેતુફેર કરવા અને રૈયા ટી. પી. સ્કીમ નં. ૩ર માં જાહેર હેતુનો પ્લોટ તથા રસ્તાઓનાં  પરામર્શની અરજન્ટ બે દરખાસ્ત સહિત કુલ દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો હતો.

(11:40 am IST)