Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે ઘોડા પર બેસી ,રેલી કાઢી વિરોધ નોંધાવવા કોંગ્રેસે માંગેલ મંજૂરીની અરજી પોલીસે ફગાવી

કંસારા બજાર,પરા બજાર જેવા વિસ્તારોમાં ટ્રાફિક રહેતો હોય ઘોડા પર બેસીને રેલી કાઢવાથી લોકોને મુશ્કેલી પડે તેમ લાગતા પોલીસે અરજી ગાહ્ય રાખી નથી

રાજકોટ : પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમવારે ઘોડા પર બેસીને રેલી કાઢીને વિરોધ નોંધાવવા આયોજન થયેલ જોકે પોલીસ કોંગ્રેસે માંગેલ પરવાનગી ગાહ્ય રાખી નથી ,શેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાની હેઠળ સોમવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ત્રિકોણબાગ ખાતેથી લાખાજીરાજ રોડ,કંસારા બજાર,પરા બજાર, સદર બજાર,રેસકોર્સ ચોક,કિશાન પરા ચોક,એસ્ટ્રોન ચોક,યાજ્ઞિક રોડથી માલવિયા ચોક સુધી ઘોડા ઉપર બેસીને રેલી યોજવા અંગેની પરવાનગી માંગવામાં આવેલ,જેમાં ઉક્ત દિવસે સોમવારે બજારમાં ટ્રાફિક હોવાથી ઘોડા પર રેલી નીકળવાથી લોકોને મુશ્કેલી પડશે તેમ જણાવી ઉક્ત રેલીને પોલીસે ગાહ્ય રાખી નથી

(7:49 pm IST)