Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

૮૦ ફૂટ રોડ માધવહોલ સામે વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતાં જિતેન્દ્રને ભક્તિનગર પોલીસે પકડ્યો

રાજકોટ: ૮૦ ફુટનો રોડ માધવ હોલની સામે એક શખ્સ જાહેરમાં વર્લી ફીચરના જુગારના આંકડા લઈ નસીબ આધારિત હાર-જીતની રમત-રમતો હોવાની બાતમી કોન્સ. વિશાલભાઇ દવે તથા પુષ્પરાજસિંહ ગોહિલને મળતા દરોડો પાડી જીતેન્દ્ર નાનજીભાઇ સિંધવ (ઉ.વ ૩૫ રહે નાડોદાનગર મારૂતીનગર મે.રોડ કોઠારીયા મેઇન)ને પકડી લઈ રોકડા રૂ. ૨૭૧૦ તથા બોલપેન નંગ-૦૧ કબ્જે કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

પોલીસ કમીશનર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્ટ પો.કમીશનર શ્રી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા, એસીપી વી.એમ.રબારીએ

પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારના કેસો કરવા સુચના આપેલ હોઇ તે અંતર્ગત  પોલીસ ઇન્સપેકટર એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.એન.રાયજાદા તથા સર્વેલન્સ ટીમે કામગીરી કરી હતી.

(9:48 am IST)