Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

નવા થોરાળાના હરેશ ખીમસુરીયાએ જાતે જ પોતાના ગળા પર બ્લેડના કાપા માર્યા

છએક મહિનાથી માનસિક બિમારીની દવા ચાલુ હોવાનું પત્નિનું કથન

રાજકોટ તા. ૨૮: નવા થોરાળા સ્વામિનારાયણ સ્કૂલ પાસે શેરી નં. ૧માં રહેતાં હરેશભાઇ અશોકભાઇ ખીમસુરીયા (ઉ.વ.૨૯) નામના યુવાને બપોરે ઘર પાસે પોતાની જાતે જ પોતાના ગળા પર બ્લેડથી કાપા મારી લેતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. હરેશભાઇને સંતાનમાં બે પુત્રી છે. તેના પત્નિ રેખાબેનના કહેવા મુજબ હરેશભાઇને છએક મહિનાથી માનસિક તકલીફ હોઇ તેની દવા પણ ચાલુ છે. જો કે તે કેટલાક દિવસોથી દવા પણ લેતાં નથી. આજે બપોરે અચાનક જ તેણે બ્લેડથી પોતાના ગળા પર કાપા મારી લેતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. થોરાળા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:45 pm IST)