Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

શ્રાવણીયા જુગારના વધુ દસ દરોડાઃ કારખાનામાં મકાન અને જાહેરમાં પતાટીંચતા પ૩ પત્તામેપ્રી ઝડપાયા

માલવીયાનગર પોલીસે ૧૩, તાલુકા પોલીસે ૧૮, યુનિવર્સિટી પોલીસે ૧૪ અને પ્રનગર પોલીસે ૮ ની ધરપકડ કરીઃ બેલાખની રોકડ કબ્જે

રાજકોટ તા.ર૮ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં શ્રાવણીયા જુગારના વધુ દસ દરોડા પાડી પોલીસે પ૩ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ બે લાખની રોકડ કબ્જે કરી હતી. માલવીયાનગર, તાલુકા, યુનિવર્સિટી, અને પ્રનગર પોલીસે પ૩ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

ગોંડલ રોડ પર મારૂતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા એક કારખાનામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માવીયા નગર પોલીસ મથકના કોન્સ ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા સેમી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમા કારખાનાના માલીક દિવ્યેશ નાનજીભાઇ કમાણી (રહે.૧પ૦ ફુટ રોડ અલય વાટીકા શેરી નં.૧) તથા દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૧ના અંબરીશ અમૃતલાલભાઇ ચિત્રોડા, મવડી અવધ રેસીડેન્સી ફલેટ નં.ડી-૯/૩૦૧ ના ભાગરીત ચંદુભાઇ ઘેટીયા, મોરબી રોડ માતૃ એસ્ટેલા ફલેટ નં.એ/૪૦૧ ના રાહુલ મહેન્દ્રભાઇ ઓઝા ફલેટ નં.બી/ર૦ર ના મિતેશ કિશોરભાઇ અજાગીયાને પકડી લઇ રૂ.૧,૦૩,૬૦૦ ની રોકડ કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં કોન્સ રોહીતભાઇ કછોટ અને કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે મવડી રોડ ઉદયનગર-ર શેરી નં.૬માં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા શ્રીનાજી સોસાયટી શેરી નં.૬ના લમણભાઇ ઓઘડભાઇ ઓડેદરા તથા મવડી પ્રિયદર્શન સોસાયટી શેરી નં.પ ના જીવરાજ દામજીભાઇ કુંભડીયાને પકડી લઇ રૂ.૧૭,૬૦૦ ની રોકડ હિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે તરીજા દરોડામાં પી.એસ.આઇ. એ.સી.સીંધવ તથા કોન્સ રવીભાઇ નાથાણી સહિતના સ્ટાફે ચંદ્રેશનગર મેઇન રોડ પર આસોપાલવ સોસાયટી શેરી નં.૪ ના રહેતા મનીષ ચંદ્રસિંહ ભટ્ટીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક મનીષ ભટ્ટી તથા પપૈયાવાડી શેરી નં.પના ચંકીનામ ભીમનદાસભાઇ અટલાણી, આસોપાલવ સોસાયટી શેરી નં.૪ના નયન નરેન્દ્રભાઇ તન્ના, આસોપાલવ સોસાયટી શેરી નં.૪ના હિતેશ મગનભઇા શીયાળ, તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાલકૃષ્ણભાઇ વણજારાને પકડી લઇ રૂ.૧૦,૩૪૦ ની રોકડ સહિતની મતતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. કે.એન. ભુડણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી.કે.ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોફીતભાઇ, હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

તાલુકા પોલીસના ત્રણ દરોડા

આંબેડકર નગરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી. જાડેજા, કોન્સ અમીનભાઇ, બ્રિજરાજસિંહ અને ધર્મરાજસિંહને બાતમી મળતા આંબેડકરનગર શેરી નં.રમાં આવેલા ખુલ્લા પટમાં દરોડો પાડી તેનપત્તીનો જુગાર રમતા આંબેડકરનગર શેરી નં. રના રામન રમેશભાઇ બોખાણી, શેરી નં.પના લલીત પ્રેમજીભાઇ પરમાર, મોટામવા ગામના અશોક અમરીશભાઇ વાળા, આંબેડકરનગર શેરી નં. રના જયંતી પ્રેમજીભાઇ પરમાર, શેરી નં.૩ ના જગદીશ રામજીભાઇ પરમાર, કટારીયા ચોકડી લક્ષ્મીના ઢારે રહેતા વલ્લભ મેરામભાઇ ચુડાસમા, નરેશ હિરાભાઇ ચૌહાણ, આંબેકરનગર શેરીનં. ૧ ના મુકેશ બાબુભાઇ પરમારને પકડી લઇ રૂ.૧૬૬૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં એ.એસ.આઇ.આર.બી.જાડેજા, હરસુખભાઇ મનીષભાઇ, તથા હર્ષરાજસિંહને મળેલી બાતમીના આધારે દોઢસોફુટ રીંગ રોડ ફોચ્યુન હોટલ પાછળ રપ વારીયા સરસ્તીનગર શેરી નં.રમાં રહેતો પીન્યુ ઉર્ફે બાઠો રમેશભાઇ ગુજરાતીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક પીન્ટુ ઉર્ફે બાઠો તથા શેરી નં.૧૪ના હરેશ ભીખાભાઇ ચાવડા, વિશ્વકર્મા સોસાયટીના મયુર રાજુભાઇ પીપીયા, ગીરીરાજ સોસાયટી શેરી નં. ૯ના ખીમજી ઉર્ફે ગીરધરભાઇ વાઘજીભાઇ સોલંકી અને શેરી નં. પ ના મયુર ઉર્ફે લાલો કનુભાઇ સોલારાને પકડી લઇ રૂ.૧૩પ૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં કોન્સ હરસુખભાઇ, મનીષભાઇ તથા હર્ષરાજસિંહને મળેલી બાતમીના આધારે જીવરાજપાર્ક સીતાજી ટાઉનશીપની સામે ભારતનગરના કવાર્ટરના પાર્કિંગમાં દરોડો પાડી જુગાર રમતા કવાર્ટર નં. ડી-૩૦પ ના હરજી વશરામભાઇ ચીત્રોડા કવાર્ટરના વીંગ-ડી-૩૦૩ ના કમલેશ રાજશીભાઇ કારેણા, ડી-ર૦૩ ના વશરામ અરશીભાઇ કોરીયા, ડી.-૪૦૬ ના શૈલેષ નાનજીભાઇ કોરીયા અને ડી.૩૦૮ ના અનીલ ગીગાભાઇ બારૈયાને પકડી લઇ રૂ.૧પ૯૪૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ.જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એન.ડી.ડામોર, એ.એસ. આઇ.આર.બી.જાડેજા, વિજયગરી, મોહશીનખાન મલેક, અમીનભાઇ, હરસુખભાઇ, મનીષભાઇ, ધર્મરાજસિંહ તથા હર્ષરાજસિંહ દ્વારા કરવામં આવી હતી.

રૈયાધાર કવાર્ટરમાંથી સાત પકડાયા

રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે જુગાર રમાતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. દીપકભાઇ, નીલમબેનને મળેલી બાતમીના આધારે સ્લમ કવાર્ટર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કવાર્ટર નં.૬૭૧ ના કેતન શાંતીભાઇ પરમાર, કવાર્ટર નં.૪૦ના હંસાબેન ધનાભાઇ ચાવડા, કવાર્ટર નં.૬૮૯ જોશનાબેન દામજીભાઇ પાણીખસીયા, કવાર્ટર પ્લોટ નં.૩૯ના મનીષાબેન ભાવીનભાઇ પરમાર, પ્લોટ નં. ૩૯ ના લક્ષ્મીબેન મનોજભાઇ ચાવડા પ્લોટ નં. ૬૯૧ ના સોનલબેન સતીષભાઇ સરવૈયા અને હેમાબેન અને સંજયભાઇ જોગીયાણીને પકડી લઇ રૂ.૧૦,ર૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી

રાણીમા રૂડીમાં ચોક મકાનમાંથી ૭ પકડાયા

રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક અશ્વીન મનસુખભાઇ શ્રીમાળી, રૈયાધાર મફતીયાપરાના ઇસ્માઇલ જુસબભાઇ જુણેજા, રાણીમા રૂડીમાં ચોક પાસે રહેતા ધીરેન્દ્ર કાળુભાઇ બેરડીયા, ફરીય જુસબભાઇ જુણેજા, લતાબેન અશ્વીનભાઇ શ્રીમાળી, સવીતાબેન નાનજીભાઇ રત્નોત્તર અને થોરાળા  વિજયનગરના કૈલાશબેન વસંતભાઇ રત્નોત્તરને પકડી લઇ રૂ. ૧૦,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ.એ.એસ. ચાવડાના માર્ગદર્શન્ હેઠળ પી.એસ.આઇ. બી.જી.ડાંગર, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, દીપકભાઇ, પ્રદીપભાઇ, અજયભાઇ તથ કોન્સ. નિલમબેન દ્વરા કરવામાં આવી હતી.

પ્રનગર પોલીસના બે દરોડા

ઠકકરબાપા હરીજનવાસમાં મકાનમા઼ જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પ્રનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.કે.ડી.પટેલ તથા હેડ કોન્સ દેવશીભાઇ, કુલદીપસિંહ સહીતે શેરી નં.૪માં મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક રંજનબેન ભીખુભાઇ પઢીયાર, ભગવતીપરા સુખસાગર સોસાયટીના ભાગ્યશ્રીબેન ઉર્ફે લાલુબેન અશ્વીનભાઇ વાઘેલા, હરીજનવાસ શેરીનં. રના મહેન્દ્ર ઉર્ફે ભુરો અતુલભાઇ વાઘેલા, શેરી નં.૧ ના દિપક કિશોરભાઇ વાઘેલા, પ્રફુલ ઉર્ફે પપ્પુ માવજીભાઇ પરમાર, અને શ્યામ રાજુભાઇ સોલંકીને પકડી લઇ રૂ.૧૦,૧પ૦ ની રોકડ કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં હેડકોન્સ. વી.આર.જાડેજા તથા અક્ષયભાઇ ડાંગર સહિતે બાતમીના આધારે પોપટપરા શેરી નં. ૧૪માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પોપટપરાના ઇકબાલ ભીખુભાઇ શેખ તથા વીરન્દ્ર ઉર્ફે વીરૂ હેમભાઇ કુ઼દળને પકડી લઇ રૂ.૧૦,પ૦૦ ની રોકડ કબ્જે કી હતી.

જયારે ઘનોગેડાણી અને દિલીપ ઉર્ફે દીપક મકવાણાની શોધખોળ હાથ ધરી છે.આ કામગીરી પી.આઇ.એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.પટેલ, હેડ કોન્સ દેવશીભાઇ, અક્ષયભાઇ, કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:40 pm IST)