Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

એસ.ટી. રાજકોટ વિભાગમાં એપ્રેન્ટીસોની ભરતીનો દોર

રાજકોટઃ ગુ.રા.મા.વા.વ્ય. નિગમ રાજકોટ વિભાગની એપ્રન્ટીસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય મંત્રાલય, ટાયરપ્લાન્ટ રાજકોટ તથા રાજકોટ, સુરેન્દ્રભાઇ, લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધ્રાંગધ્રા ડેપો ખાતે એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ અન્વયે એપ્રેન્ટીસ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઓટો ઇલે., વેલ્ડર (ગેસ એન્ડ ઇલે.), ફિટર ટ્રેડ હેઠળના આઇ.ટી.આઇ પાસ + ૧૦ પાસ તેમજ કોપા ટ્રેડ હેઠળના આઇ.ટી.આઇ પાસ+ ૧૨ પાસ ઉમેદવારોની તથા ડીગ્રી ઇન મીકેનીકલ એન્જી. ડીપ્લોમાં ઇન મીકે. એન્જી.ની પરીક્ષા વર્ષ ૨૦૧૯ કે ત્યારબાદ પાસ કરેલ હોઇ તેવા એપ્રેન્ટીસ તરીકેની ભરતી કરવાની હોઇ તા.૧/૯/૨૦૨૧ થી તા.૨૪/ ૦૯/૨૦૨૧ સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્રક ૧૧ થી ૨ કલાક દરમિયાન મેળવી લેવાના રહેશે તથા ભરેલ અરજીપત્રકો તા.૨૭ /૯ /૨૦૨૧ બે કલાક સુધીમાં પરત કરવાના રહેશે. આ માટે વધુ વિગતો મેળવવા વિભાગીય નિયામકશ્રીની કચેરી ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. 

(2:53 pm IST)