Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

સૌરાષ્ટ્ર - કચ્છને વરસાદી લોટરી લાગે તો લાગે : સિસ્ટમ પૂર્વ તરફથી આવશે, ગુજરાતને ફાયદો

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૮ થી ૩૧ ઓગષ્ટ સુધીની આગાહી : સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદનો વિસ્તાર અને તેની માત્રા અનિશ્ચિતા રહેશે : પહેલા પૂર્વ બોર્ડર તરફ ત્યારબાદ પશ્ચિમ તરફ આગળ વધશે : સૌરાષ્ટ્રમાં ઝાપટા - હળવા મધ્યમ વરસાદની સંભાવના

રાજકોટ, તા. ૨૮ : બંગાળની ખાડીમાં ૨૫મીએ લોપ્રેશર બનેલ. જે આજે નબળુ પડી અને તેને આનુસાંગિક જે અપરએર સાયકલોનીક સરકયુલેશન (યુએસસી) હતુ જે નોર્થ ઓરીસ્સા અને લાગુ નોર્થ છત્તીસગઢ આસપાસ છે. ૪-૫ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

ચોમાસુધરી હાલ ભટીંડા, હીસ્સાર, ગ્વાલિયર, સતના, જમશેદપુર ત્યાંથી નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી તરફ લંબાય છે.

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દ. હરિયાણા ઉપર ૩.૧ કિ.મી.ના લેવલનું છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન સૌરાષ્ટ્ર - ગુજરાત અને આસપાસ ૩.૧ થી ૪.૫ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. સૌરાષ્ટ્ર - ગુજરાતવાળુ અપરએર સાયકલોનીક સરકયુલેશન અને ઓરીસ્સા - છત્તીસગઢવાળુ અપરએર સાયકલોનીક સરકયુલેશન ગુજરાત - એમપી ઉપર ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન ભેગુ થઈ જાય છે. જેના લીધે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શકયતા છે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદનો વિસ્તાર અને તેની માત્રા અનિશ્ચિત રહેશે. જે સીઅરઝોનના લોકેશન ઉપર નિર્ભર રહેશે. વરસાદ પહેલા પૂર્વ બોર્ડર તરફ ત્યારબાદ  પશ્ચિમ તરફ આગળ વધશે. અલગ - અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં ૨૫થી ૭૫ મીમી (ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન લોકેશન આધારીત અમુક વિસ્તારોમાં માત્રા ઓછી રહે) તા.૨૮ થી ૩૧ દરમિયાન સૌરાષ્ટ્રમાં અમુક દિવસે ઝાપટા, હળવો - મધ્યમ વરસાદની સંભાવના. કચ્છમાં આગાહી સમયમાં ઝાપટા - હળવો અને કયાંક મધ્યમ વરસાદની સંભાવના છે. (૩૭.૮)

 

(4:01 pm IST)