Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મેળામાં રાઉન્ડ ધ કલોક ફુડ ચેકીંગઃ અખાદ્ય પદાર્થો વેચનારનું આવી બનશે

જાહેર જનતાને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી રહે તે માટે મ્યુ. કોર્પો.એ કમર કસીઃ મેળાઓમાં સરપ્રાઇઝ ચેકીંગ

આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓ સાથે મીટીંગ યોજી એકશન પ્લાન ઘડી કાઢ્યોઃ ધડાધડ તૂટી પડવાના આદેશો

રાજકોટ, તા.૨૮: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા સાતમ આઠમ તથા જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને રેસકોર્સ તેમજ જાહેર સ્થળોએ યોજવામાં આવતા લોકમેળા તથા ખાનગી મેળાઓમાં જાહેર જનતાને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તેમજ પાણીજન્ય-ખોરાકજન્ય રોગચાળાના સદ્યન અટકાયતી પગલાં લેવા આજરોજ આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓની મીટીંગ યોજવામાં આવેલ. જેમાં આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી દ્વારા નીચે મુજબની વિગતે સઘન પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવેલ.

લોકમેળો સવારે શરુ થાય ત્યારથી રાત્રે પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધ કલોક ફૂડ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવી. વાસી, સડેલા તેમજ એકસપાયરી ખાઘ પદાર્થો મળી આવે તો ધોરણસરની કાર્યવાહી કરવી. ખાઘ ચીજ અંગેની આવેલ કોઇપણ ફરિયાદનો ચકાસણી કરી તાત્કાલિક નિકાલ કરવો. લોકમેળામાં ધંધો કરતા ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ રજીસ્ટ્રેશન ઈસ્યુ કરવા. આજી ડેમ સાઈટ તથા અન્ય ધાર્મિક સ્થળોએ યોજાયેલ મેળાઓમાં ખાઘ ચીજ વસ્તુઓની ચકાસણી કરવી. રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં યોજવામાં આવેલ ખાનગી મેળાઓમાં ખાઘ ચીજ વસ્તુઓની ચકાસણી કરવી.

સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેરમાં ફરસાણના ઉત્પાદકોને ત્યાં ચકાસણી કરવી તેમજ વપરાશમાં લેવાતા ખાઘ તેલ, લોટ અને ફરસાણના નમુના લેવા સહિતની બાબતોની સુચના આપવામાં આવી છે. વધુમાં શ્રી ઠાકરે શહેર જનોને દરમ્યાન કોઇપણ શહેરીજનોનં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુ ૧)   વાસી ખુલ્લા રાખેલા ખાઘ પદાર્થોનો ઉપયોગ કરવો નહિ. કાપીને ખુલ્લા રાખેલા ફળફળાદીનો ઉપયોગ કરવો નહિ. પેકડ ખાદ્ય પદાર્થની ખરીદી વખતે ઉત્પાદન તારીખ તથા એકસપાયરી તારીખ ચકાસીને જ ખરીદી કરવી. સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થળે આવેલ ફૂડ વિક્રેતાઓ પાસેથી જ ખાઘ પદાર્થની ખરીદી કરવી વધુ આકર્ષક રંગો ધરાવતી મીઠાઈઓનો ઉપયોગ ટાળવો સહિત બાબતોની અપટલ કરવામાં આવી.(૨૨.૧૩)

 

(4:00 pm IST)