Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જામ થોરાળામાં હોન્ડા પરથી પડી જતાં અઢી વર્ષના બાળકનું મોત

રાજકોટ તા. ૨૮: જામકંડોરણાના જામ થોરાળા ગામે રહેતાં રજનીશભાઇ કેસરીયાનો પુત્ર રોહિત (ઉ.૨II) ૨૬મીએ સાંજે ઘર પાસે પાર્ક કરાયેલા હોન્ડા પર ચડીને રમતો હતો ત્યારે પડી જતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ કાગળો કરી જામકંડોરણા પોલીસને જાણ કરી હતી. લાડકવાયાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:58 pm IST)