Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

વેલનાથ પરામાં ફાકી ખાવાની માથાકુટમાં છરી-પાઇપ-ધોકા ઉડ્યાઃ ત્રણ ઘાયલ થયા

પિન્ટુ કોળી અને સામે પક્ષે રોહિત મકવાણા તથા જીતુને ઇજાઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર વેલનાથપરામાં વેલાબાપાના મંદિર પાસે રાત્રે ફાકી ખાવા બાબતના મનદુઃખને લીધે છરી-પાઇપથી મારામારી થતાં ત્રણને ઇજા થતાં પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી છે.મોરબી રોડ વેલનાથપરા-૧૬માં રહેતો અને લાઇટ ફિટીંગનું કામ કરતો પિન્ટુ ધીરૂભાઇ કુકાવા (કોળી) (ઉ.૩૫) રાત્રે વેલનાથપરા વેલાબાપાના મંદિર પાસે હતો ત્યારે રોહિત મુકેશભાઇ મકવાણા, જીતુ પ્રતાપભાઇ કોળીએ ઝઘડો કરી ગાળો દઇ પાઇપ અને છરીથી હુમલો કરી ઇજા કર

સામા પક્ષે રોહિત મુકેશભાઇ મકવાણા (કોળી) (ઉ.૧૯) તથા જીતુ પ્રભાતભાઇ  (ઉ.૨૬) પણ પોતાના પર હકો બટુકભાઇ, બકો બટુકભાઇ, પિન્ટુ ધીરૂભાઇએ ધોકા-પાઇપથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ સાથે દાખલ થતાં બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. જેબલીયા અને હંસરાજભાઇએ બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. અગાઉ પિન્ટુના મિત્ર હકાને રોહિત મકવાણા સાથે ફાકી ખાવા બાબતે બોલાચાલી થઇ હોઇ તેના મનદુઃખને લીધે ગત રાત્રે બધા ફરીથી સામ-સામે આવી ગયા હતાં.

(3:57 pm IST)