Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

માલિયાસણ પાસે સ્કોર્પિયો ગોથું ખાઇ ડિવાઇડર વચ્ચે ઘુસી ગઇઃ અમદાવાદ તરફથી આવી રહી હતીઃ બે યુવાનનો બચાવ

રાજકોટઃ સવારે કુવાડવા રોડ પર માલિયાસણ નજીક જીજે૧એચવી-૭૧૧૨ નંબરની સ્કોર્પિયો પલ્ટી ખાઇ રોડ ડિવાઇડર વચ્ચે ઘુસી જતાં નુકસાન થયું હતું. જો કે સદ્દનસિબે કાર ચાલક અને તેની સાથેના યુવાનનો ચમત્કારીક બચાવ થયો હતો. ક્રેઇન બોલાવી સ્કોર્પિયોને બહાર કાઢવામાં આવી હતી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત ગાડી અને તે ડિવાઇડર વચ્ચે ઘુસી ગઇ હતી તે જગ્યા તથા બચી ગયેલા બંને યુવાન જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:57 pm IST)