Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ચુનારાવાડ ચોક માંથી એકસેસમાં દારૂની ૮ બોટલ અને ૮૫ ચપલા સાથે અજય પકડાયો

રાજકોટ તા.૨૮: ચુનારાવાડ ચોક માંથી ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે એકસેસમાં દારૂની ૮ બોટલ અને ૮૫ ચપલા સાથે શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. નિલેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવનગર રોડ ચુનારાવાડ ચોક પાસેથી બાતમીના આધારે એકસેસ મોટર સાયકલ માંથી દરૂની ૮ બોટલ અને ૮૫ ચપલા સાથે અજય ઉર્ફે અજલો હલાભાઇ સરવૈયા (ઉ.વ.૨૮) (રહે. ચુનારાવાડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દારૂપી કાર ચલાવતો ચંદ્રેશ પકડાયો

તાલુકા પોલીસ મથકના અશોકભાઇ ડાંગર તથા હર્ષદસિંહ ચુડાસમા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન મોટા મોૈવા સ્પીડ વેલ પાર્ટીપ્લોટ પાસેથી જી.જે. ૩ એચ.એ. ૪૫૪૭ નંબરની કાર માંથી દારૂ પીધેલી હાલતમાં કોન્ટ્રાકટર ચંદ્રેશ મોહનભાઇ સખીયા (ઉ.વ.૫૪) (રહે. બીગબજાર પાછળ, મારૂતિ પાર્ક સોસાયટી, શેરીનં. ૩) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

કિશોર ભટ્ટી દારૂ પીધેલો પકડાયો

મવડી મેઇન રોડ પર વિશ્વેશર મંદિર પાસેથી માલવીયા નગર પોલીસ મથકના એએસઆઇ જી.કે. પરમાર સહિતે કિશોરભાઇ કાન્તીભાઇ ભટ્ટી (ઉ.વ.૪૯) (રહે. રાજનગર ચોક મનહર સોસાયટી-૧) ને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો.

(3:56 pm IST)