Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જુગારના ચાર દરોડામાં ૧૮ પકડાયા

રાજપુત પરા હોટલ માંથી છ, શ્રધ્ધાનગર માંથી સાત, કીટીપરા કવાર્ટર પાસેથી ત્રણ, માધાપર ગામ બસ સ્ટેશન પાસેથી બેની ધરપકડ

રાજકોટ તા.૨૮: શહેરના ચાર જુદા-જુદા સ્થળે પોલીસે બાતમીના આધારે જુગારના દરોડા પાડી રજપુત પરામાં હોટલના રૂમ માંથી, શ્રધ્ધાનગર, કીટીપરા આવાસ યોજના કવાર્ટર પાસે, માધાપર ગામ બસ સ્ટેશન પાસેથી ૧૮ શખ્સોને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧,૦૩,૬૪૦ની રોકડ સહિત મત્તા કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવીમોહન સેની તથા ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ જુગાર અને પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે સૂચના આપતા એ ડિવીઝન પોલીસ મથકના પીઆઇ. એન.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડ કોન્સ. ભરતસિંહ, હાર્દિક સિંહ તથા ઇન્દ્રજીતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રજપુત પરા મેઇન રોડ પર આવેલી હોટલ જે.એમ. સીના રૂમનં. ૩૧૫માં દરોડો પાડી પ્રહલાદ પ્લોટ -૧૦નો દીલીપ બહાદુર ગોપાલજી બુઢા (ઉ.વ.૩૨), જીવણ રાણા ભરત રાણા રાણા(ઉ.વ.૩૫), (રહે. કીશાનપરા ચોક ઢાબા જંકશન), અમર બહાદુર વીરલ બહાદુર રાવત (ઉ.વ.૩૮) (રહે. કાલાવડ રોડ કે.કે.વી. હોલ પાસે રવી હોસ્ટેલ વાળી શેરી), જય કુમાર જીતભાઇ લુહાર (ઉ.વ.૨૭)(રહે. રજપુત પરા જે.એમ. સી. હોટલ અંદર), રાજેન્દ્ર જેયંતીલાલ અઢીયા (ઉ.વ.૫૮) (રહે. પંચનાથ મંદિર સામે ભોજા મેત્રીના ડેલામાં) અને ચંદ્ર બહાદુર અમરબહાદુર બુઢા (ઉ.વ.૪૦) (રહે. વૈશાલી નગર શેરીનં. ૪) ને પકડી લઇ રૂ. ૬૩,૫૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીની સુચનાથી ડી સ્ટાફના પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રકાશભાઇ વાંક, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી તથા હિતેષભાઇ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ અને વિક્રમભાઇને મળેલી બાતમીના આધારે ૮૦ ફુટ રોડ પર શ્રધ્ધાનગર-રમાં રહેતો જયસુખ અરજણભાઇ જેઠવાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક જયસુખ તથા રામેશ્વર સોસાયટી શેરીનં. ૬નો મનસુખ અરજણભાઇ જેઠવા, બેકબોન રેસીડેન્સી બ્લોક નં. ૪૦૩નો ગુણવંત અમરશીભાઇ ગાંભવા, સહકાર રોડ પર નારાયણનગર શેરીનં. ૫નો વિજય ગાંડુભાઇ ડોબરીયા, રામેશ્વર સોસાયટી શેરીનં. ૭નો ભરત નટવરલાલ બુધ્ધદેવ, રામેશ્વર સોસાયટીનો ધર્મેન્દ્ર લક્ષ્મીશંકરભાઇ પંડયા તથા બેકબોન રેસીડેન્સી બ્લોક નં. ૧૦૨નો રામજી-ભગવાનજીભાઇ હીંશુને પકડી લઇ રૂ. ૨૮૭૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં કીટીપરા મફતીયા પરામાં આવાસ યોજના કવાર્ટરના ગેઇટ પાસે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, મનજીભાઇ ડાંગર, મોહસીન ખાન સહિતે બાતમીના આધારે દરોડો પાડી ચકલા-પોપટના ચિત્રો પર જુગાર રમતા ડાયા રમણીકભાઇ વઢવાણીયા (ઉ.વ૩૩), રાહુલ રમણીકભાઇ વઢવાણીયા (ઉ.વ.૨૬) (રહે. કીટીપરા આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. બી-કવાર્ટર નં. ૩૦૪) અને કવાર્ટર નં. ૧૦૩નો રાકેશ મનસુખભાઇ ગોરાસવા (ઉ.વ.૨૬) ને પકડી લઇ રૂ. ૯૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એમ. ભટ્ટ તથા હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, હીતેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઇ ધુધલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા તથા વિરભદ્રસિંહ ગોહિલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રાહુલભાઇ, વિરભદ્રસિંહ અને દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે જામનગર રોડ માધાપર ગામ બસ સ્ટેન્ડ પાસે દરોડો પાડી માધાપર ગામના વિઠ્ઠલ દાનાભાઇ પરમાર (ઉ.વ.૪૫) અને ભાનુ ગાંડુભાઇ મકવાણા (ઉ.વ.૫૨) ને પકડી લઇ રૂ. ૧૦,૪૧૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)