Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જુના ઝઘડા બાબતે આમદભાઇ બુકેશ પર હુમલો કરનાર ચાર પકડાયા

નીતીન ઉર્ફે નીતીયો, સમીર ઉર્ફે સંજય, રફીક ઉર્ફે બોડીગાર્ડ અને શારજહા ઉર્ફે ગોટીયાની ધરપકડ

રાજકોટ તા ૨૮ : પરસાણા સોસાયટીની બાજુમાં લક્કીરાજ સાયકલ નામની દુકાન પાસે પંદર દિવસપહેલા જુના ઝઘડાનો ખાર રાખી મુસ્લીમ યુવાન પર હુમલો કરનારા ચાર શખ્સોને ભકિતનગર પોલીસે પકડી લીધા છે.મળતી વિગત મુજબ પરસાણા સોસાયટી શેરી નં.૭ જી બાજુમાં રહેતા આમદભાઇ મહમદભાઇ બુકેશ (ઉ.વ.૩૨) ગચ તા. ૧૩/૮ નારોજ પોતાના ઘર પાસે લક્કીરાજ સાયકલ નામની દુકાન પાસે હતા ત્યારે નીતીન ઉર્ફે નીતીયો, સમીર ઉર્ફે સજલો જાવેદભાઇ, રફીક ઉર્ફે બોડીગાર્ડ અને ગોટીયો નામના શખ્સોએ આવી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી આમદભાઇ બુકેશ પર તલવાર, પાઇપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમા ં ફરિયાદ થઇ હતી. દરમ્યાન આ બનાવમાં એ.એસ.આઇ. એસ.એન. મકવાણા તથા રાઇટર રણછોડભાઇએ જંગલેશ્વર મેઇન રોડ શાળા નં. ૭૦ સામે રહેતો નીતીન ઉર્ફે નીતીયો, હકુભાઇ રીબડીયા (ઉ.વ.૩૦), જંગલેશ્વર શેરી નં.૬ નો સમીર ઉર્ફે સંજય જાવીદભાઇ જુણેજા, જંગલેશ્વર શેરી નં.૭ નો રફીક ઉર્ફે રોડીગાર્ડ યુસુફભાઇ જુણેજા (ઉ.વ.૩૪) અને જંગલેશ્વર શેરી નં.૧૧ નો શારજંહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઇ વિસળ (ઉ.વ.૨૫) ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)