Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મિત્રતા કેમ તોડી : કાયદા શાસ્ત્રની છાત્રાએ ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવી મિત્રની ઉંઘ હરામ કરી નાખી : ભૂંડા ફોટા મોકલ્યા

રાજકોટ તા. ૨૮ : મોટેભાગે યુવતીકે મહિલાને પરેશાન કરવા તેમને બિભત્સ મેસેજ અને ફોટા મોકલનારા યુવકો જ ઝડપાતા હોય છે. જોકે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલએ એક યુવતીની ધરપકડ કરી છે જેણે મિત્રતા તુટી જતા યુવકને હેરાન કરવા ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી બિભત્સ મેસેજ અને ફોટા મોકલ્યા હતા.

આ બનાવની વિગત મુજબ અમદાવાદના મોહીત નરેન્દ્રભાઈ છાબરાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણી વ્યકિત ફેસબુક અને જીમેઈલના એકાઊન્ટ પરથી બિભત્સ મેસેજો અને ફોટોગ્રાફ મોકલીને પરેશાન કરે છે.

ઙ્ગજેને આધારે સાયબર ક્રાઈમ સેલના પી.આઈ.વી.બી.બારડ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મોહિતને બિભત્સ મેસેજ અને ફોટા મોકલનાર યુવતી હોવાનું જણાયું હતું. પોલીસે આ યુવતીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે ફેક ઈમેલ આઈડીઙ્ગ તથા ફેસબુક એકાઊન્ટથી મેસેજ અને ફોટાઙ્ગ પોસ્ટ કર્યા હોવાની કબુલાત કરી હતી.

ઙ્ગપી.આઈ બારડના જણાવ્યા મુજબ ૨૩ વર્ષની આ યુવતી કાયદાનો અભ્યાસ કરે છે. ૨૦૧૩માં તે મોહિત છાબરા સાથે કોલેજમાં ભણતી હતી ત્યારથી તેમની વચ્ચે મિત્રતા હતી. ૨૦૧૬ સુધી તેમની વચ્ચે મિત્રતા રહી હતી.બાદમાં કોઈ કારણસર મિત્રતા તુટી જતા યુવતીએ મોહિતને હેરાન કરવા માટે બિભત્સ ફોટા અને મેસેજ મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવતીનો મોબાઈલ કબજે કરીને ડેટાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)