Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

દિવાળી ઉપર ફટાકડા ફોડવા બાબતે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ સાત આરોપીનો નિર્દોષ છુટકારો

ભકિતનગર પોલીસ વિસ્તારમાં થયેલ કેસમાં સેસન્સ કોર્ટે આપેલ ચુકાદો

રાજકોટ, તા. ર૮ :  દિવાળી ઉપર ફટાકડા બાબતે થયેલ હત્યાના ગુનામાં સાત આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

સમગ્ર શહેરમાં ચકચાર મચાવનાર આ કેસની વિગત મુજબ આ કામના ફરીયાદી અનુસુચિત જાતિના હોય ગઇ તા. ૧૯/૧૦/ર૦૧૭ના રોજ આ કામના ફરીયાદીનો એકનો એક દિકરો ગોપાલ ઉર્ફે કિશન તેમના પાડોશી ગનીભાઇ મોહનભાઇ સાથે આ આરોપીઓના ફટાકડાના સ્ટોલે ફટાકડા લેવા ગયેલ ત્યાં ફટાકડાના ભાવતાલ બાબતે ઝઘડો તથા  ગાળાગાળી થતા આ કામના આરોપીઓ ઇનાયત ઇબ્રાહીમ ડોઢીયા, મુસ્તાક ઉર્ફે બાડો ભીખુભાઇ ડોઢીયા, ઇમરાન હારૂન કયડા, હૈદર હારૂન, કયડા, અહેમદ એનાયતભાઇ, રીમઝ ઇનાયત ડોઢીયા, નરૂદીન બાવલભાઇ મીયાણાએ ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ઘોકા તથા લાકડી તથા છરી જેવા પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી ગોપાલ ઉર્ફે કિશન તથા આઠેક પર હુમલો કરી આરોપી નં. રનાએ ગોપાલ ઉ.વ.ર૪ વાળાને મોઢાના ભાગે ડાબી તરફ લાકડાના ધોકા વડે મારમારી ગંભીર ઇજાઓ કરી તથા અન્ય આરોપીઓને લાકડી તથા છરીથી મારમારી ઇજા કરી ગોપાલ ઉર્ફે કિશનનું મોત નિપજાવેલ. પોલીસ કમિશ્નરના હથીાયર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો બન્યા બાબતની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ની કોલમ ૧૪૩,૧૪૭, ૧૪૮,૧૪૯, પ૦૪,૩ર૪,૩૦ર તથા જી.પી.એકટની કલમ ૧૩પ(૧) એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) (ર) તથા ૩ (ર) (પ) મુજબ નોંધાયેલ હતાં.

આ કેસ રાજકોટ એડી. સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિશંલ્ક પણે પુરવાર કરી શકેલ નહી જેથી રાજકોટના એડી.. સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજે બંને પક્ષોની દલીલો હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને સાતેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા, જીજ્ઞેશ સભાડ અને જાહીદ રિંગરોજા રોકાયા હતાં.

(3:52 pm IST)