Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જંકશન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

રાજકોટ :  મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના વોર્ડ નં.૩માં જંકશન પ્લોટના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના જંકશન પ્લોટ શેરી નં.૧પ/'માં મકાન માલીક સિકંદરભાઇ સીદી દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર સ્થાનિકે હયાત મકાનમાં ફેરફારો કરી, નવા પ્રકારનું જરૂરી માર્જિન છોડયા વગર રોડ ધારોધાર બાંધકામ ચાલુ કરાયેલ, જે અંગે તેઓને તા. ૮ના રોજ અત્રેથી કલમ-ર૬૦(૧) ની નોટીસ આપી, ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા જણાવવામાં આવેલ. આમ છતાં, આસામી દ્વારા નોટીસની અવગણના કરી, મંજુરી વિનાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલ ન હતું તેમજ સ્થાનિકે બાંધકામ ચાલુ રાખેલ. જે અન્વયે અત્રેથી બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ ર૬૦(ર) હેઠળ તા. ર૪થી બાંધકામ જાતે દુર કરવા હુકમ કરવામાં આવેલ. ત્યારબાદ પણ આસામી દ્વારા બાંધકામ દૂર કરવા કોઇ જ કાર્યવાહી ન કરતા, તા. ર૮ના રોજ સ્થાનિકે ફર્સ્ટ ફલોરમાં સ્લેબમાં તોડ-કામ કરી, બાંધકામ બિનઉપયોગી કરેલ છે. ત્યારબાદ અરજદારે દિવસ-પમાં આ વધારાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરી આપશે તેવી બાંહેધરી આપી, રોજકામ કરી આપેલ હોય, આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામગીરી મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ટાઉન પ્લાનીંગ શાખા દબાણ હટાવ વિભાગ બાંધકામ શાખા, રોશની તથા ફાયર એનડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગનો સ્ટાફ હાજર રહેલ. તેમજ આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તેમ યાદીમાં જણાવાયું હતું. 

(3:52 pm IST)