Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મિત્રએ મિત્રને આપેલ ચેક પાછો ફરતાં કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ તા.૨૮: મિત્રતાના દાવે આપેલ હાથઉછીની રકમ રૂ. ૩૫૦૦૦/- ના બદલામાં બાહેંધરી પેટે આપેલ ચેક બેન્કમાંથી રીટર્ન થતાં રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે રાજકોટમાં રહેતા ચન્દ્રકાંત મેઘજીભાઇ ડાકીએ પોતાના જ મિત્ર રાજેશભાઇ મધુભાઇ જાવિયા, રહે. પ્લેનરી આર્કેડ, ઓફીસ નં. ૨૧૬, બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટવાળાને પોતાના અંગત ઉપયોગ માટે પૈસાની જરૂરીયાત હોય જેથી આ કામના ફરિયાદી ચન્દ્રકાંતભાઇ મેઘજીભાઇ ડાકીએ રૂ. ૩૫,૦૦૦/- અંકે રૂપિયા પાંત્રીસ હજાર પુરા બે મહિના માટે હાથ ઉછીનાં આપેલ હોય અને તેની સામે રૂ. ૩૫,૦૦૦/- ના ચેક રાજેશભાઇ મધુભાઇ જાવિયાએ પોતાની ઇન્ડસઇન્ડ બેંક, ચોરડી બ્રાંચનો ચેક આપેલ.

આ ચેક ચન્દ્રકાંતભાઇ મેઘજીભાઇ ડાકીએ પોતાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પી.ડી.માલવિયા ફાટક બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ''ફંડસ ઇનસફીસીયન્ટ'' ના શેરા સાથે પરત ફરેલ. આમ આ ચેક બિનચુકતે પરત ફરતા આ કામના આરોપીને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીએ કોઇ રકમ ચુકવેલ નહીં. તેથી રાજેશભાઇ મધુભાઇ જાવિયા સામે ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરેલી. જેમાં આ કામના આરોપી રાજેશભાઇ મધુભાઇ જાવિયાને ચીફ જયુડી. મેજી. સાહેબે સમન્શ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.

આ કામમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રી શૈલેષ એમ. ગોંડલીયા તથા સંદિપ જેઠવા રોકાયા હતા.

(3:51 pm IST)