Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

વૃધ્ધોને આપાત કાલીન મદદઃ પૂજારા ટેલીફોન દ્વારા 'ઈઝીફોન'નું લોન્ચીંગ

રાજકોટઃ નામાંકિત મોબાઈલ રીટેલર એવા પુજારા ટેલીકોમમાં ખાસ વૃદ્ધ લોકો સરળતાથી વાપરી શકે એવા 'ઈઝીફોન'નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પુજારા ટેલીકોમના ચેરમેન યોગેશભાઈ પુજારાના માત્રુશ્રી દ્વારા આ મોબાઈલ ફોન લોન્ચ કરવામાં આવ્યા હતા. વૃદ્ધો સહિત ૫ થી ૧૦ વર્ષ નાના બાળકનું ધ્યાન રાખી શકાય એવા મોબાઈલ ફોન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત રીટેલમાં લોન્ચ કરવામાં આવેલ આ બધા મોબાઈલ ફોન સીનીયર વર્ડ કંપનીના છે જે વૃદ્ધ લોકો માટેના ખાસ પ્રકારના મોબાઈલ ફોન સહીત સ્માર્ટ અને સિકયોર ગેજેટ્સ પણ બનાવે છે. 'ઈઝીફોન'નાં દરેક મોબાઈલ ફોનમાં એસઓએસ નામનું ઈમરજન્સી બટન આપવામાં આવેલ છે. જેમાં અગર કોઈ વૃદ્ધ કોઈ મુશ્કેલી અનુભવે છે અને એ બટન દબાવે છે તો એમાં સેટ કરેલા પાંચ લોકોને એસએમએસ સહીત કોલ દ્વારા વૃદ્ધ વ્યકિતની જાણકારી મળી શકેશે. પુજારા ટેલિકોમની તમામ શાખાઓ પર આ ઈઝીફોન ઉપલબ્ધ થઈ ચુકયા છે. લોન્ચિંગ સમયે યોગેશભાઈના માતા સહીત પુજારા ટેલીકોમના સીઈઓ ડો.વિશાલ ખાસગીવાલા, ડીરેકટર દીપક ભટ્ટી, અંકુર કાલરીયા, કપીલ ખગ્રામ અને સીનીયર વર્ડ કંપનીના ઓફીસીયલ્સ ઝાહીદ શેખ સહીત મહાનુભાવો હાજર રહ્યા હતા.

(3:41 pm IST)