Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિજયભાઈ રૂપાણીને 'રક્ષા'બાંધી શુભેચ્છા પાઠવાઈ

રાજકોટઃ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની આગેવાનીમાં અને ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, જયોત્સનાબેન હળવદીયા, રાબીયાબેન સરવૈયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધન અંતર્ગત રક્ષા બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે અલ્કાબેન કામદાર, પ્રીતીબેન પનારા, શીલ્પાબેન જાવીયા તેમજ વોર્ડના મહીલા મોરચાના પ્રમુખ, મહામંત્રી, કાર્યકર્તા બહેનો સહીત બહોળી સંખ્યામાં મહીલા કાર્યકર્તાઓ જોડાયા હતા.

(3:40 pm IST)