Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ગોરસ મેળામાં ભેળસેળ કરનારા સામે તવાઇ ઉતરશેઃ ફુડ શેફટી મોબાઇલ વાન રહેશે

રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખાસ સ્ટોલ

રાજકોટતા ૨૮ : ગુજરાતની ભાતીગડ સંસ્કૃતિકના પ્રતિક સમાન રેઇસકોર્સ મેદાન, રાજકોટમાં આયોજીત 'ગોરસ લોકમેળા' માં આ વર્ષે મુલાકાતીઓની જાહેર આરોગ્યની સુખાકારીની જાળવણી માટે તાનેતરમાં ગુજરાત સરકાર દ્વારા રોડ ઉપર મુકાયેલ ફુડ શેફટી મોબાઇલ વાહન મેળાના મેદાનમાં  તા.૦૧ થી તા.૦૫ સુધી જનતાને આદ્યપોાર્થોના નમુના ના પરિક્ષણો વિના મૂલ્યે તુરંત કરી આપવા શ્રીમતી રમાબેન માવાણી અને શ્રીમતિ દીપાબેન કોરાટે (૧) ફુડ સેફટી વાહન લેબોરેટરી (ર) ફુડ સેફટી પ્રદર્શન વાહન મેળામાં પાંચે દિવસ અવિરત રીતે લોકોને વિના મૂલયે સરકારી ખર્ચે સેવા આપવા તત્પર રહેનાર છે. જે વેપારીઓના ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સાબીત થશે તેમની સામે ફુડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક મુજબ મેળામાંજ કાર્યવાહી કરવામાં આવશે અને તેઓના સ્ટોલ તુરત બંધ કરાવી દેવામાં આવશે.

ઉપરના બન્ને વાહનો રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારાઆયોજીત 'ગ્રાહક બચાવ સ્ટોલ'' કેટેગરી ડી-૧ સ્ટોલ નં.૧ થી ૪ ની સામે ઉભા રાખવામાં આવશે.

આન બન્ને મોબાઇલ વાહનોની કામગીરીની શરૂઆત શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ ચુડાસમાના વરદ હસ્તે તશે. આ પ્રસંગે શ્રી મોહનભાઇ કુંડારીયા (સંસદ સભ્યશ્રી) શ્રીજયેશભાઇ રાદડીયા (મંત્રીશ્રી, ગુજરાત રાજય) શ્રી ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્યશ્રી) શ્રી અરવિંોભાઇ રૈયાણી (ધારાસભ્યશ્રી) શ્રીમતિ બિનાબેન આચાર્ય (મેયરશ્રી, શ્રી એન.એમ. ધારાણી (ન્યાયમૂર્તિશ્રી), શ્રી એ.પી. ત્રિવેદી (ન્યાયમૂર્તિશ્રી) વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:39 pm IST)