Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ગ્રાહકોને સમજવાની સ્ટ્રેન્થ થકી વિજય બેંકે ઉજવળ પરિણામો મેળવ્યા : ગોપાલભાઇ માકડીયા

ગ્રાહક મિલન સમારોહ સંપન્ન : નવી સુવિધાઓની માહીતી શેર : ગ્રાહકોએ પ્રતિભાવમાં બેંકીંગ સેવાનો સંતોષ વ્યકત કર્યો

રાજકોટ : તાજેતરમાં રાજકોટના અગ્રીમ હરોળની સહકારી બેન્ક વિજય કોમર્શીયલ કો- ઓપરેટીવ બેન્ક દ્વારા ગ્રાહક મિલન સમારોહનું આયોજન કરાયુ હતુ. આ મીટીંગમાં બેન્કના વાઇસ ચેરમેન ગોપાલભાઇ માકડીયા, ડીરેકટરો સર્વશ્રી ભાઇચંદભાઇ ગઢીયા, જયેશભાઇ વસા, દિપકભાઇ પટેલ, નિકુંજભાઇ ધોળકીયા, હિતેષભાઇ દવે, શાંતિલાલ રૂપારેલીયા, ગુણવંતભાઇ ડેલાવાળા, શ્રીમતી કાન્તાબેન કથીરીયા, બેન્કના ડીરેકટર રમેશભાઇ ઘેટીયા, બેન્કના પૂર્વ ચેરમેન માનસિંગભાઇ ચાવડા તથા મોટા પ્રમાણમાં બેન્કના ગ્રાહકો હાજર રહ્યા હતા. આ બેન્કમાં વાઇસ ચેરમેન ગોપાલભાઇ માકડીયાએ જણાવેલ કે બેન્કના તમામ ગ્રાહકોની દર વર્ષે કસ્ટમર મીટી બોલાવવાની પ્રણાલીકા આજેય જળવાતી આવી છે. ગ્રાહકોનો વિશ્વાસ એ પાયાનો સિધ્ધાંત છે. ગ્રાહકો એજ બેન્કનો પરિવાર છે. ગ્રાહકોના પ્રશ્નો અને સુચનો સમજીને તેની સ્ટ્રેન્થ ઉભી કરવાથી બેન્કને સારા પરિણામો પ્રાપ્ત થય છે. બેન્કના મેનેજીંગ ડીરેકટર રમેશભાઇ ઘેટીયાએ જણાવેલ કે કસ્ટમર મીટ એ ખરેકર બેન્કને ગ્રાહકો તરફથી મળતા સહકાર અને સહયોગ બદલ 'થેન્કસગીવીંગ' કાર્યક્રમ જેવી છે. બેન્કીંગ સીસ્ટમ પાવરફુલ થઇ રહી છે. અનેક નવી નવી સુવિધાઓ બેન્ક દ્વારા ઉમેરવામાં આવી રહી છે. ગ્રાહકોવતી શાયરી મેટલના માલીક જયેશ હીંગરાજીયાએ પ્રતિભાવ આપતા જણાવેલ કે ૧૯૯૮ માં મે ૩ લાખની સવલતથી ધંધો શરૂ કર્યો હતો અને ૧૦ લાખનું ટર્ન ઓવર હતુ. આજે ૨૦૧૮ માં હું વિજય બેન્કના દોઢ કરોડની સવલત વાપરૂ છુ અને ટર્ન ઓવર ૧૦ કરોડનું છે તે સુચવે છે કે વિજય બેંકનો પૈસો શુકનવંતો અને લાભકર્તા છે. (૧૬.૨)

(3:39 pm IST)