Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

રવિવારે ધ્રોલમાં ભૂચરમોરી શહિદ શ્રધ્ધાંજલી સમારોહ

મહાન શહીદવીર મેરામણજી હાલા (જાડેજા)ની પ્રતિમાનું અનાવરણ સહિતના અનેકવિધ કાર્યક્રમો : પ્રથમ ક્ષત્રિય મહાપંચાયત- ૨૦૧૮નું પણ આયોજનઃ દેશભરમાંથી ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટ,તા.૨૮: શ્રી ભૂચરમોરી શહિદ સ્મારક ટ્રસ્ટ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા સમગ્ર ગુજરાતની ૫૫ જેટલી પ્રતિષ્ઠીત રાજપૂત (ક્ષત્રીય) સંસ્થા દ્વારા ૨૭મો શ્રી ભૂચરમોરી શહિદ શ્રધ્ધાંજલી સમારોહ તથા પ્રથમ ક્ષત્રિય મહાપંચાયત ૨૦૧૮ આગામી તા.૨ સપ્ટેમ્બરના રવિવારે સવારે ૯:૩૦ વાગે (ભૂચરમોરી શહિદ સ્મારક ધ્રોલ જી. જામનગર) ખાતે યોજાયેલ છે.

સમારોહનું અધ્યક્ષસ્થાન શ્રી ભગવાનસિંહજી (પ્રમુખ ક્ષત્રિય યુવક સંઘ- જયપુર, રાજસ્થાન), મુખ્ય મહેમાન શ્રી સુરેન્દ્રસિંઘજી (ધારાસભ્ય, બલીયા, ઉત્તરપ્રદેશ) તથા શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા) ધારાસભ્ય, જામનગર) તેમજ ભારતભરના ૨૦ રાજયોમાંથી ક્ષત્રિય ધર્મસંસદના પ્રતિનીધીઓ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.

વિક્રમ સંવત ૧૬૪૮માં દિલ્હીના બાદશાહ અકબર સામે નવા નગર સ્ટેટના જામશ્રી સતાજીનું મહાયુદ્ધ જે ભુુચરમોરીના મેદાનમાં થયેલ હતું. જે આશરે આવેલાની રક્ષા કરવાના છાત્રધર્મ નિભાવવાની ફરજના ભાગરૂપે યુદ્ધ થયેલ હતું. જેમાં શહિદ થયેલા હજારો શહિદોની યાદમાં દર વર્ષે ભુચરમોરી શહિદ શ્રદ્ધાંજલી સમારોહ આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે વિશિષ્ટ કાર્યક્રમ ભારતભરમાં સૌપ્રથમ એવો પ્રથમ ક્ષત્રિય મહાપંચાયત- ૨૦૧૮નું આયોજન કરેલ છે. જેમાં સમગ્ર ભારતભરના ખુણે ખુણેથી ક્ષત્રીય રાજપૂત પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે. પ્રથમ ક્ષત્રિય મહાપંચાયત- ૨૦૧૮ આયોજન કરેલ છે. ભારતભરમાં ૨૦ કરોડ ક્ષત્રિયોને સંગઠીત કરીને તથા ભારતની ક્ષત્રિય સમાજને હિતકારી તથા તેને સ્પર્શતા એવા મહત્વના નિર્ણયો લેવાશે. આ નિર્ણયો ઉપસ્થિત તમામ ક્ષત્રિયોમાં પારદર્શક મતદાન દ્વારા તથા બહુમતીથી લેવાશે. બહુમતીથી થયેલા નિર્ણયો ૧૦૦ ટકા ક્ષત્રિયને બંધનકર્તા રહેશે. સમગ્ર વિશ્વના રાજપૂતોની ઓળખ આપતો કાર્યક્રમ રાજપૂત વિશ્વકોષ માટે પોતાના ફોર્મ ભરી દેવા વિનંતી કરાઈ છે.

કાર્યક્રમી રૂપરેખા આ મુજબ છે. (૧) મહાન શહીદવીર મેરામણજી હાલા (જાડેજા)ની પ્રતિમાનું અનાવરણ (હાલા ડુંગરાણી જાડેજા ભાયાતી પરિવારનો સહયોગ), (૨) રાજપૂત શૌર્ય એવોર્ડ- શ્રી દશરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (વીરાણી-પા, ધ્રાંગધ્રા), શ્રી ભરતસિંહ ગગુભા જાડેજા (બાવરીયા- જામનગર), (૩) રાજપૂતાણી રત્ન એવોર્ડ- બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, બાશ્રી શારદાબા ભરતસિંહ જાડેજા, ધો.૧૦માં સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વોતમ ગુણ પ્રાપ્ત કરનાર રાજપુત વિદ્યાર્થીઓને ભુચરમોરી સિલ્વર મેડલ. શ્રી સુરૂભા જાડેજા (પૂર્વ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, લાલપુર તરફથી સ્વ.જેસંગજી રતનજી જાડેજાની સ્મૃતિ આપવામાં આવશે.), (૪) ધો.૧૨માં સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વોતમ ગુણ પ્રાપ્ત કરનાર રાજપુત વિદ્યાર્થીઓને ભુચરમોરી સિલ્વર મેડલ- શ્રી કનકસિંહ ડી. જાડેજા, ચુર (મોરબી) તરફથી તેમના પિતાશ્રી સ્વ.દિલુભા અખુભા જાડેજાની સ્મૃતિ આપવામાં આવશે.

 ડો. જયેન્દ્રસિંહજી જાડેજા (એમ.ડી.) અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના રાહબરી હેઠળ યોજાએલ આ કાર્યક્રમ અંતર્ગત ''અકિલા'' કાર્યાલયે વિગતો આપી રહેલા સર્વેશ્રી  શ્રી પી.ટી. જાડેજા (હડમતીયાજં) રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજપુત યુવા સંઘ (૯૮૨૪૨૧૪૨૯૯),  પ્રવિણસિંહ જાડેજા ઇંટાળા (પ્રમુખ ધ્રોલ ભાયાત),  કિરીટસિંહ જાડેજા (મોટાભેલા-અ.ગુ.રા.યુવા સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ), કિશોરસિંહ જેઠવા(યાજ્ઞવદર) (રાજકોટ જીલ્લા કાર્યકારી પ્રમુખ), બળદેવસિંહ ગોહિલ (કુકડ) (ઉપપ્રમુખ રાજકોટ શહેર),  પથુભા જાડેજા (ખોખરી) (પૂર્વ પ્રમુખ દેવભુમિ દ્વારકા), અર્જુનસિંહ જાડેજા (જાબીડા),  પ્રદેશ મંત્રી કનકસિંહ ઝાલા (બલાળા) પુનિતનગર, ખોડીયારનગર,બળુભા જાડેજા ખોખરી (પડધરી) નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૮)

(3:36 pm IST)