Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મેઘાણીનગરમાં પુરવઠાનો દરોડોઃ ૪૧ હજારના ઘઉં-ચોખા-ખાંડ-તેલ-કેરોસીન સીઝ

સસ્તા અનાજના દૂકાનદાર રજનબેન ખખ્ખર ઝપટેઃ અનેક ગેરરીતિઓ મળી...

રાજકોટ પુરવઠા તંત્રે સસ્તા અનાજના દૂકાનદારને ત્યાં દરોડા પાડી ૪૧ હજારનો જથ્થો સીઝ કર્યો તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે શહેરના મેઘાણીનગર-સહકાર નગર મેઇન રોડ ઉપર આવેલ. સસ્તા અનાજના દૂકાનદાર રંજનબેન ખખ્ખરને ત્યાં ચેકીંગ કરી રૂ. ૪૧ હજારનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોકકસ બાતમી અને ફરીયાદો બાદ ડીએસઓ જોષી પોતાના ઇન્સ્પેકટરો પરસાણીયા-રાદડીયા સાથે ઉપરોકત દૂકાનદારને ત્યાં ત્રાટકયા હતાં, અને હિસાબો માંગતા કોઇ હિસાબી સાહિત્ય ન હતું. ભાવનું બોર્ડ પણ નહોતું. ફરીયાદ પેટી ન હોતી, નમુના પણ લીધા ન હોવાનું બહાર આવ્યું હતું. આ બધી ગેરરીતિ જણાતા સ્થળ ઉપર જ ૬૦૦ કિલો ઘઉં, પ૦૦ કિલોચોખા, ૩પ૦ કિલો ખાંડ, ૬૪૦ લીટર કેરોસીન, ર૮૮ કિલો તેલ, રર૦ કિલો મીઠૂ મળી કુલ  ૪૧ હજારનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (પ-

 

(3:30 pm IST)