Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

અપના કામ બનતા, ભાડ મેં જાએ જનતા... મુખ્યમંત્રીનું હોર્ડીંગ ફુટપાથ પર, પ્રજા રોડ પર

રાજકોટ : અપના કામ બનતા, ભાડમેં જાએ જનતા, કોૈન કીસીકી સુનતા... આ હિન્દી ફિલ્મ ગીત ખુબ જાણીતું છે. જયાં શાસકો પ્રજાનું વિચારવાને બદલે માત્ર પોતાનું જ વિચારે છે એવો ભાવ પ્રગટ થાય છે. રાજકોટના કિશાનપરા ચોકમાં નીકળીએ ત્યારે એ.જી. ઓફીસની દીવાલે ફુટપાથ પર કેટલાય દિવસથી પડેલું આ હોડીંર્ગ જોઇને ઉપરોકત પંકિત યાદ આવે છે. શહેર ટ્રાફિક પોલીસના નામથી મહિલા સશકિતકરણ અને માર્ગ સલામતી માટે સરકારના ગુણગાન ગાવા હોડીંર્ગ મુકવામાં આવ્યા છે. હોર્ડીંગ ઉપર તેની જગ્યાના બદલે ફુટપાથ પર મુકી દેવામાં આવ્યા છે તેથી લોકોએ રસ્તા પર ચાલવું પડે છે. ટ્રાફિકથી સતત ધમધમતા રોડ પર ફુટપાથ લોકોને ચાલવા માટે બનાવી છે કે સરકારના પ્રચાર માટે? તેવો સવાલ લોકોના મનમાં ઉઠી રહયો છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:26 pm IST)