Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

હાલના સંજોગો જોતા તહેવારોમાં પણ ભારે વરસાદની સંભાવના નહિવત : બંગાળની ખાડીની સિસ્ટમ્સ મજબુત બની વેલમાર્ક લો પ્રેસરમાં પરીવર્તીત

સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા, કયાંય હળવો કે એકાદ બે વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી જાયઃ દ. ગુજરાત-બોર્ડરના વિસ્તારોને વધુ ફાયદો

 રાજકોટઃ તા.૨૮, આ સપ્તાહના અંતમાં જન્માષ્ટમીના તહેવાર આવી રહયો છે. હાલના અનુમાન મુજબ એ સમય ગાળામાં કોઇ ભારે વરસાદના સંજોગો જોવા મળતા નથી.સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩ સપ્ટેમ્બર સુધી છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા, કયાંક હળવો અને એકાદ બે વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી જાય. આ દિવસોમાં હાલના અનુમાનો મુજબ દક્ષિણ ગુજરાત અને બોર્ડરના વિસ્તારોને વધુ ફાયદો થાય તેવી ધારણા છે.

 

નોર્થ પશ્ચિમ બે ઓફ બેંગાલ વિસ્તાર માં યુ.એ.સી થયેલ જે લો પ્રેસર માં ફેરવાયું અને વધુ મજબુત ની વેલમાર્કેડ લો પ્રેસરમાં ફેરવાયું છે.  ચોમાસું ધરી અમૃતસર થી ફૈઝાબાદથી  દોલતગંજ થી જમશેદપુર થી લો પ્રેસર સેન્ટર થી મધ્ય પુર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપર એક યુએસી  ૭૦૦એચ.પી. ના લેવલ પર છવાયેલ છે.

 

આગામી ૩ સપ્ટેમ્બર દરમ્યાન રાજયના છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા, હળવો , મધ્યમ  વરસાદ જોવા મળશે.આવતી કાલ થી બોર્ડર લાગુ ગુજરાતના અમુક વિસ્તારમાં હળવો વરસાદ ચાલું થાય તેવી શકયતા છે.

 જયારે ઉતર.મધ્ય.પુર્વ.દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા હળવો કંયાક મધ્યમ વરસાદ જોવા મળે તેવી શકયતા છે જયારે સૌરાષ્ટ્ર કચ્છમાં તા.૩ સપ્ટેમ્બ્ર સુધી છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા, કંયાક હળવો કે એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાત  & બોર્ડર લાગું ગુજરાતમાં વધુ ફાયદામાં રહેશે. (૪૦.૨)

 

(11:39 am IST)