Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મહિલાની હત્યાની ઘટનામાં આરોપીને પકડવામાં હિંમત દાખવનાર જાગૃત નાગરીક કૃણાલભાઇનું સન્માન કરાયું

યુવાને જાગૃતતા દાખવી આરોપીનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. : લોકરક્ષક કુલદીપસિંહ જાડેજા અને નીતેશભાઇ બારૈયાને સન્માનિત કરી ક્રાઇમ બ્રાંચમાં નિમણુક અપાઇ

રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે રવી પાર્કમાં રહેતી સરીતા પંકજભાઇ ચાવડાની તેના પૂર્વ પતિ આકાર મોર્યએ ઘરમાં ઘુસી તમંચાથી ફાયરીંગ કરી સરીતાબેનની હત્યા કરી આરોપી રીક્ષામાં બેસી ભાગવા જતા ભોગ બનનારના પતિ પંકજભાઇએ રાડો પાડતા હોય દરમ્યાન ત્યાંથી એક જાગૃત નાગરીક કૃણાલભાઇ તેના મિત્રો સાથે પસાર થતા હોય તેણે આરોપીને રીક્ષામાં બેઠેલો જોઇએ તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. અને તેણે રીક્ષાનો પીછો કરી પોલીસ કંટ્રોલ રૂમમાં સંપર્કમાં રહી આરોપીનું લોકેશન આપતા રહ્યા હતા. બાદ રીક્ષા ઇન્દીરાસર્કલ પાસેથી પસાર થતા ત્યાં ટ્રાફીક ફરજમાં રહેલ લોકરક્ષક કુલદીપસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાને માહિતી આપતા તેણે તાકીદે માધાપર ચોકડી ખાતે લોકરક્ષક નીતેશભાઇ ભરતભાઇ બારૈયાનો સંપર્ક કરીને રીક્ષાનું વર્ણન આપી વોચ ગોઠવી માધાપર ચોકડી પાસેથી આરોપી આકાશ રામાનુજભાઇ મોર્ય (ઉવ.૨૭) (રહે. ગોરખપુર દેવલીયા રોડ યુ.પી.) નુ હિંમતભેર પકડી લીધો હતો. આ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તથા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.ચાવડા સહિતે જાગૃત નાગરિક કૃણાલભાઇ શૈલેષભાઇ ચુડાસમા તથા તેના મિત્રો પ્રતિક અમીતભાઇ રાઠોડ, જય રસ્મીકભાઇ કાલરીયા, હરેન હિતેષભાઇ વીઠ્ઠલાણીએ લોકરક્ષક કુલદીપસિંહ જાડેજા અને નીતેશભાઇ બારૈયાને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતું. સમય સૂચકતા વાપરી આરોપીને હિંમત અને સાહસ સાથે પકડી પાડવા બદલ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે બંને લોકરક્ષકને ટ્રાફીક શાખા ખાતેથી ક્રાઇમ બ્રાંચમાં નિમણુક આપવામાં આવી છે. 

(3:36 pm IST)