Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નવલનગર કીશોર રૂપારેલના મકાનમાં દરોડોઃ તીનપતીનો જુગાર રમતા પ ઝડપાયા

માલવીયાનગર પોલીસનો દરોડોઃ મકાન માલીક કિશોર તથા ઉમેશ, મનીષ, કીરણ અને અજયની ધરપકડ

રાજકોટ તા. ર૮: મવડી મેઇન રોડ પર નવલનગરના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નવલનગર શેરી નં. ૧પ માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા નવલનગર શેરી નં. ૧પ માં મકાનમાં દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા મકાન માલીક કીશોર મણીલાલભાઇ રૂપારેલ (રહે. લક્ષ્મીવાડી લક્ષ્મી પાર્ક ત્રણ માળીયા બ્લોક નં. ૮ કવાર્ટર નં. ૯૬), ત્રંબા ગામના ઉમેશ મોહનભાઇ રૈયાણી, મવડી પ્લોટ અમરનગર શેરી નં. ર/૧ ના મનીષ બાબુભાઇ મહેતા, રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ, દયાનંદ સરસ્વતી ટાઉનશીપ બ્લોક નં. એફ/૬૦૧ના કીરણ રવજીભાઇ ભાનુશાળી તથા લક્ષ્મીવાડી બ્લોક નં. ૭ કવાર્ટર નં. પ૧ મીલ કવાર્ટરમાં રહેતા અજય મગનભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૧૪,૧પ૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. 

(2:51 pm IST)