Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આજે વિર સાવરકરની ૧૩૫મી જન્‍મજયંતીઃ પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ

:રાજકોટઃ મહાનગરપાલિકા દ્વ્રારા તા.૨૮ રોજ વિર સાવરકરની ૧૩૫મી જન્‍મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, આરોગ્‍ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ, કોર્પોરેટર અંજનાબેન મોરજરિયા, અગ્રણી મનસુખભાઈ જાદવ, મનોજભાઈ દવે, પ્રફુલભાઈ સંગાણી તેમજ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના અમિત ચોલેરા તથા અધિકારીશ્રીઓ દ્વારા વિર સાવરકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(4:54 pm IST)
  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST